News Continuous Bureau | Mumbai
યુપીની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠકો પૈકીની એક કરહલ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની જીત થઈ છે.
અહીંયા અખિલેશ સામે ભાજપે કેન્દ્રીય મંત્રી એસ પી સિંહ બઘેલને ઉતાર્યા હતા.
મતગણતરી દરમિયાન શરૂઆતમાં બઘેલ ત્રીજા સ્થાન પર હતા અને બીજા સ્થાન પર બસપાના ઉમેદવાર હતા.
કરહલ સીટ મૈનપુરી વિસ્તારમાં આવે છે અને તે સમાજવાદી પાર્ટી નો ગઢ મનાય છે.
અહીંયા સમાજવાદી પાર્ટીના પ્રચાર માટે મુલાયમ સિંહ યાદવ આવ્યા હતા તો ભાજપ તરફથી અમિત શાહે પ્રચાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : પંજાબમાં હવે 'AAPના માન'ની સરકાર, CM ઉમેદવારની રેકોર્ડબ્રેક વોટથી જીત; રાજભવનમાં નહીં પણ અહીં લેશે શપથ