ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરોધીઓની સાથે સાથે પોતાના જ ધારાસભ્યોના નિશાના પર છે, મુખ્યમંત્રી બદલવાની માંગ થઇ રહી છે.
સરકાર બન્યા બાદ મંત્રી મંડળના વિસ્તારને લઇને પહેલા જ ભાજપના ધારાસભ્યોમાં અસહમતિ છે.
યેદિયુરપ્પાના કટ્ટર વિરોધી બસંગૌડા રમનગૌડા પાટિલે એમ પણ કહી દીધુ છે કે જો ભાજપ 2023માં ફરી સત્તા મેળવવા માંગે છે તો યેદિયુરપ્પાને હટાવવા પડશે.