Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદી અંગૂઠા છાપ છે તેવા ટ્વિટને લઈને ભારે હોબાળો, કોંગ્રેસે માફી માંગી; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર 

કર્ણાટકમાં વિધાનસભાની પેટા ચૂંટણી આાગામી દિવસોમાં યોજાવાની છે. 

ચૂંટણી પહેલા કોંગ્રેસે કરેલા એક ટ્વિટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો માહોલ વધારે ગરમ થઈ ગયો છે.

કર્ણાટક કોંગ્રેસે કન્નડ ભાષામાં ટ્વીટમાં લખ્યું, કોંગ્રેસે શાળાઓ બનાવી પણ મોદી ક્યારેય ભણવા ગયા નહીં, કોંગ્રેસે પણ ઉમ્રદરાજ શીખવા માટે યોજનાઓ બનાવી પણ અહીં મોદી ન શીખી શક્યા. 

જેઓએ ભીખ માંગવા પર પ્રતિબંધ હોવા છતાં તેને પસંદ કર્યું, તેઓએ આજે ​​લોકોને ભીખ માંગવા માટે મજબૂર કર્યા છે. અંગુઠા છાપ મોદીના કારણે દેશ પીડિત છે. 

આ ટ્વીટ સામે ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા માલવિકા અવિનાશે આ અંગે કહ્યું કે આ ટ્વીટ પરથી અંદાજો લગાવી શકાય છે કે કોંગ્રેસ કેટલી હદે નીચે આવી ગઈ છે.

જોકે વિવાદ વકરતા કોંગ્રેસના રાજ્યના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે આ ટ્વિટ હટાવવા માટે કોંગ્રેસની મીડિયા ટીમને આદેશ આપ્યો છે. તેમનુ કહેવુ છે કે, આ પ્રકારની ભાષા સહન નહી કરવામાં આવે. તેમણે આ માટે માફી પણ માંગી હતી અને કહ્યુ હતુ કે, કોઈ શિખાઉ વ્યક્તિથી આ ભુલ થઈ છે.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version