ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર હવે પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પછી તે બિકિની હોય, ઘૂંઘટ હોય, જીન્સ હોય કે હિજાબ, એ મહિલાઓએ નક્કી કરવાનું છે કે તેણે શું પહેરવાનું છે.
આ અધિકાર તેમને ભારતના બંધારણે આપ્યો છે.
ટ્વીટના અંતમાં પ્રિયંકાએ પોતાના કેમ્પેનનો હેશટેગ લડકી હૂં, લડ શકતી હૂં પણ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઘણા જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓનાં ગ્રુપ સામ-સામે આવી ગયાં છે.