ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
કર્ણાટકની એક મેડિકલ કોલેજમાં કોરોનાથી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓનો આંકડો 182 પર પહોંચી ગયો છે.
કોરોના વિસ્ફોટ થવાનુ કારણ કોલેજના વિદ્યાર્થીઓએ યોજાયેલી ફ્રેશર્સ પાર્ટી હોવાનુ બહાર આવ્યુ છે.
જોકે વધારે ચોંકાવનારી વાત એ છે કે, સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધીમાં 66 વિદ્યાર્થીઓ સંક્રમિત હોવાનુ બહાર આવ્યુ હતુ.