Site icon News Continuous Bureau | Mumbai

Karnataka Private Jobs reservation Bill: કર્ણાટક સરકાર બેકફૂટ પર, ખાનગી ક્ષેત્રમાં કન્નડ ભાષીઓને અનામત આપવાના બિલ પર હાલ કામચલાઉ પ્રતિબંધ મૂકાયો.. જાણો વિગતે..

Karnataka Private Jobs reservation Bill: રાજ્ય સરકારે હાલમાં કન્નડ ભાષીઓને કર્ણાટકમાં 100 ટકા C અને D જૂથની નોકરીઓ આપવાના મુદ્દે પીછેહઠ કરી છે. ઉદ્યોગોનો સખત વિરોધની પ્રતિક્રિયા બાદ સીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે આ બિલને હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે.

Karnataka Private Jobs reservation Bill Siddaramaiah Govt Backs Out From Giving 100 Percent Kannada In Private Jobs, Now This Statement Came From Karnataka CMO

Karnataka Private Jobs reservation Bill Siddaramaiah Govt Backs Out From Giving 100 Percent Kannada In Private Jobs, Now This Statement Came From Karnataka CMO

 News Continuous Bureau | Mumbai

Karnataka Private Jobs reservation Bill: સિદ્ધારમૈયા સરકારે કર્ણાટકમાં ( Karnataka  ) ખાનગી કંપનીઓની ગ્રુપ C અને D નોકરીઓમાં સ્થાનિક (કન્નડ) લોકોને 100 ટકા આરક્ષણ આપવાના મુદ્દે પોતાના પગલાં પાછાં ખેંચી લીધાં છે. મુખ્યમંત્રી સીએમ સિદ્ધારમૈયાની કેબિનેટે મંગળવારે આ બિલને મંજૂરી આપી હતી. આ પછી, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી, પરંતુ બુધવારે ઉદ્યોગોના જોરદાર વિરોધ પછી, રાજ્ય સરકાર હવે બેકફૂટ પર આવી ગઈ છે. સાંજ સુધીમાં મુખ્યમંત્રીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી 100% અનામત અંગેની પોસ્ટ ડિલીટ પણ થઈ ગઈ હતી. આ પછી મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, ઉદ્યોગો અને સાહસોમાં કન્નડીગાઓને અનામત આપવા માટે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા બિલને અસ્થાયી રૂપે હાલ રોકી દેવામાં આવ્યું છે. જેમાં હવે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. 

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રીએ ( Siddaramaiah ) આ નવી પોસ્ટ કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે ખાનગી નોકરીઓમાં નોન-મેનેજમેન્ટ પોસ્ટ માટે સ્થાનિક લોકો માટે અનામત 70 ટકા અને મેનેજમેન્ટ લેવલ પર માત્ર 50 ટકા રહેશે. મુખ્યમંત્રી કાર્યાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બિલમાં સ્થાનિક લોકોને ( Kannadigas ) 100% અનામત આપવાની ક્યારેય કોઈ વાત કરવામાં આવી નથી, તેથી તે પોસ્ટ દૂર કરવામાં આવી છે. કર્ણાટકના ઉદ્યોગ મંત્રીએ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવા કન્નડ લોકો સાથે વ્યાપક ચર્ચા કરશે. આ પછી જ આ બિલ ( Job Reservation Bill ) પસાર થશે. તેથી ઉદ્યોગોએ આ અંગે ડરવાની જરૂર નથી.

આ સમાચાર પણ વાંચો  :  Rajkot: રાજકોટમાં સ્થાનિક શાસનના ઓડિટ માટેના આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું ઉદ્ઘાટન

 Karnataka Private Jobs reservation Bill: જો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેને દંડ થઈ શકે છે….

કર્ણાટક સરકારના ( Karnataka Government ) બિલ મુજબ, સ્થાનિક તે છે જેનો જન્મ કર્ણાટકમાં થયો હોય અને તે 15 વર્ષથી રાજ્યમાં રહેતો હોય. તેને કન્નડ સ્પષ્ટ રીતે બોલતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ. જો કંપનીને લાયક સ્થાનિક ઉમેદવારો ન મળે, તો તે સરકારને મુક્તિ માટે અરજી કરી શકે છે. સરકારી એજન્સીઓ ખાનગી કંપનીઓની તપાસ કરી શકશે અને જો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેને દંડ થઈ શકે છે. તાજેતરમાં, કર્ણાટક સરકારે દુકાનો અને અન્ય સંસ્થાઓના બોર્ડ પર 60 ટકા કન્નડ ફરજિયાત બનાવ્યું હતું.

Mumbai Pune Missing Link Inauguration। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ દેવેન્દ્ર ફડણવીસે પોતે મર્સિડીઝ ચલાવી ટનલની કરી સવારી
Pune Child Rape Murder Case। પુણેમાં માનવતા શર્મસાર 65 વર્ષના વૃદ્ધે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી, રોષે ભરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો
Donald Trump Iran Warning| પરમાણુ હથિયાર અને ઈરાન પર ટ્રમ્પનો મોટો નિર્ણય ‘વિનાશક તાકાત ખોટા હાથમાં ન જવી જોઈએ’, નવો પ્રસ્તાવ રદબાતલ
Maharashtra HSC Result 2026। ધોરણ 12 HSC બોર્ડનું પરિણામ આજે થશે જાહેર, જાણો કઈ વેબસાઈટ પરથી જોઈ શકાશે રિઝલ્ટ
Exit mobile version