Site icon News Continuous Bureau | Mumbai

Karnataka: કર્ણાટકમાં ફૈયાઝે ધોળે દાડે કોંગ્રેસ કોર્પોરેટર ની દીકરી નેહાને મારી નાખી. કારણ.. પ્રેમનો અસ્વીકાર…

Karnataka: આરોપીએ નેહાના ગળા અને પેટ સહિત શરીર પર છરી વડે સાત ઘા કર્યા હતા. આ દરમિયાન યુવકને પણ ઈજા થઈ હતી. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબી તપાસ દરમિયાન નેહાને મૃત જાહેર કરવામાં આવી હતી.

Karnataka When the girl rejected the love proposal, the mad lover stabbed her seven times, the accused was arrested by the police.

Karnataka When the girl rejected the love proposal, the mad lover stabbed her seven times, the accused was arrested by the police.

News Continuous Bureau | Mumbai

Karnataka: કર્ણાટકના હુબલીમાં ( Hubballi ) BVB કોલેજ કેમ્પસમાં ગુરુવારે એક કોંગ્રેસ નેતાની પુત્રી નેહાની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં આરોપી ફૈયાઝ નેહા પર છરી વડે હુમલો કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આરોપીએ નેહાના ગળા અને પેટ સહિત શરીર પર છરી વડે સાત ઘા કર્યા હતા. આ દરમિયાન યુવકને પણ ઈજા થઈ હતી. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબી તપાસ દરમિયાન નેહાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

નેહા કોંગ્રેસના કાઉન્સિલર (  Congress councillor ) નિરંજન હિરેમઠની પુત્રી હતી. યુવતી બીવીબી કોલેજમાં ( BVB College Campus ) એમસીએ પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તો આરોપી ફૈયાઝ એ જ કોલેજનો ડ્રોપઆઉટ વિદ્યાર્થી હતો.

 Karnataka: નેહા અને ફૈયાઝ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા..

પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નેહા અને ફૈયાઝ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. બંને બીસીએ દરમિયાન ક્લાસમેટ હતા. દરમિયાન યુવકે તેના પ્રેમનો ઈજહાર યુવતી સામે કર્યો હતો. જો કે યુવતીએ તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જેના કારણે યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Iran Israel Conflict: ચાર દિવસમાં ડૂબ્યા 9.30 લાખ કરોડ. હજી કેટલા પૈસા ડૂબશે?

મિડીયા અહેવાલ મુજબ, આ ઘટના સાંજે 5 વાગ્યે બની હતી. સીસીટીવી ફૂટેજમાં ( CCTV footage ) જોવા મળ્યું હતું કે યુવતી કોલેજ કેમ્પસની બહાર જઈ રહી હતી. એટલામાં યુવક તેની સામે આવ્યો અને બંને વચ્ચે થોડી વાતચીત થઈ હતી, જે બાદ આરોપી યુવકે યુવતી પર છરી વડે હુમલો  કર્યો હતો.

યુવતીને છરીનો પહેલો ઘા લાગતા જ તરત જ યુવતી જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ આરોપીએ તેને એક પછી એક પછી એક એમ છરીના સાત ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ આરોપી યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ પીછો કરીને તેને પકડી લીધો હતો.

 Karnataka: કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ પીડીતાને હોસ્પિટલ લઈ ગયા હતા.

કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ પીડીતાને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. યુવકે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે યુવતી તેની સાથે રિલેશનશિપમાં હતી. અચાનક તે થોડા દિવસો માટે તેનાથી દૂર રહેવા લાગી હતી. જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

જો કે, મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીએ તેમની પુત્રીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેણે આરોપીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. યુવતીને આરોપી ગમતો ન હતો. યુવતી પ્રેમ કરવા જેવી વસ્તુઓથી દૂર રહેતી હતી. યુવતીએ આરોપીઓને કહ્યું હતું કે બંને અલગ-અલગ જાતિના છે. એટલા માટે તે તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.

આ સમાચાર પણ વાંચો :  Western Railway: આજે પશ્ચિમ રેલવે સાબરમતી અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની નિંદા કરી હતી અને આરોપીઓને કડક સજાનું આશ્વાસન આપ્યું હતું. તેણે X પર એક પોસ્ટમાં કહ્યું- આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. મેં ડીજીપીને કઠોર તપાસ કરવા અને આરોપીઓને મહત્તમ સજા સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version