Site icon

ઉત્તર પ્રદેશના આ જિલ્લાનું ફરી એક વખત થશે નામકરણ, જિલ્લાનું નામ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ રખાશે, જિલ્લા પંચાયત બોર્ડની બેઠકમાં ઠરાવ પાસ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

યુપીમાં, યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકાર હેઠળ જિલ્લાઓના નામ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 

હવે રાજ્યના કાસગંજ જિલ્લાનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે.

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કલ્યાણ સિંહના નામ પરથી કાસગંજનું નામ બદલવાનો ઠરાવ જિલ્લા પંચાયત બોર્ડની બેઠકમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. 

કાસગંજમાં જિલ્લા પંચાયતની બોર્ડ બેઠક જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નેશ કશ્યપની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 

આ સિવાય વર્ષ 2022-23 માટે જિલ્લા પંચાયતના સભ્યો પાસેથી વિકાસના કામોની દરખાસ્તો માંગવામાં આવી હતી. સભ્યો આ પ્રસ્તાવ આગામી 15 દિવસમાં આપી શકે છે. તે પછી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશનો કાસગંજ જિલ્લો 17 એપ્રિલ, 2008 ના રોજ માયાવતી સરકારના શાસનમાં ઇટાહમાંથી બનાવવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન પણ કાસગંજ જિલ્લાનું નામ બદલીને કાંશીરામ નગર કરવામાં આવ્યું. બાદમાં વર્ષ 2012 માં રાજ્યની સરકાર બદલ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાસગંજ જિલ્લાનું નામ બદલીને ફરીથી કાશીરામ નગરથી કાસગંજ કરી દીધું હતું.  

વડાપ્રધાન મોદીના વિરોધમાં પ્રદર્શનને લઈને ભડક્યો આ પાડોશી દેશ, પોતાના નાગરિકોને જ આપી કડક ચેતવણી; જાણો વિગતે 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version