Site icon

કેસર બાબતે કાશ્મીરનો ઇજારો ખતમ, હવે મહારાષ્ટ્રની આ જગ્યાએ ઉગવા માંડી કેસર. જાણો કઈ જગ્યા છે. અને કઈ રીતે ઉગી કેસર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 ડિસેમ્બર 2020 

કેસરી સોનુ કહેવાતું કેસર દુનિયામાં સૌથી મોંઘું વેચાય છે. હવે કાશ્મીરનું આ જ કેસર આપણા મહાબળેશ્વરમાં પણ ઉગશે. એક અનોખા પ્રયોગમાં, મહારાષ્ટ્રના મહાબળેશ્વર હિલ સ્ટેશન એરિયામાં હિમાલયના કેસરનું વાવેતર થયું  છે. શિયાળાની શરૂઆત સાથે જ મહાબળેશ્વરમાં કેસરના ફૂલો ખીલવા લાગ્યા છે.

 

અહીંનું તાપમાન ઓછું છે, યોગ્ય જમીન છે અને તે દરિયાની સપાટીથી સરેરાશ 4,500 ફૂટની ઉપર છે. કેસરના ફૂલોનામાંથી મળતા તાંતણા વિશ્વમાં અને નાના બજારમાં સૌથી વધુ મૂલ્ય છે, જે કિલોગ્રામએ 3 થી 3.5 લાખએ વેંચાય છે. આમ પણ સ્ટ્રોબેરી મહોત્સને કારણ આ સ્થળ પર્યટકોમાં માનીતું છે. હવે પ્રવાસીઓ કેસરની ખેતી જોવા પણ આવશે. જેને કારણે સ્થાનિક રોજગારીમા વધારો જ થશે. 

ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન ચોક્કસ ડિગ્રીથી આગળ વધશે નહીં એવી આશાએ ખેડુતો કેસરની ખેતી તરફ વળ્યાં છે. જાન્યુઆરીમાં સંપૂર્ણ મોરની રાહ જોઇ રહ્યા છે. સ્થાનિક કૃષિ અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરના કિશ્ત્વર ક્ષેત્રમાંથી બલ્બના રૂપમાં વાવેતરની સામગ્રી મેળવી છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી માટે મહાબળેશ્વર પહેલેથી જ જાણીતું છે. 

મહાબળેશ્વરના એક ખેડૂતએ જણાવ્યું હતું કે વર્ષોથી તેમના ફળની ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે આવક એકર દીઠ 1-2 લાખથી વધી શકે તેમ નથી. તેથી, તેઓ વૈકલ્પિક પાકની શોધ કરી જ રહયાં હતાં અને સમજાયું કે કેસરી બલ્બ 10 વર્ષ સુધી ફૂલો આપી શકે છે. 

બીજી બાજુ, સ્ટ્રોબેરીને દર વર્ષે નર્સરીથી લઈને ખેતરોમાં ફેરવવાની જરૂર પડે છે. જો પ્રયોગ સફળ થાય, તો એક એકરમાં 2-3 કિલોથી વધુ કેસર મળે છે, જે સ્ટ્રોબેરી કરતા વધુ સારી આવક આપશે.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version