Site icon

Kedarnath Heli Service : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઉત્તરાંખડ સરકારનો મોટો નિર્ણય, કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર સેવા પર રોક; જાણો ક્યાં સુધી રહેશે બંધ?

Kedarnath Heli Service :કેદારનાથ હેલી સેવા બંધ કરી દેવામાં આવી છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઓપરેશન સિંદૂર પછી, સરકારના આગામી આદેશ સુધી હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત રહેશે. જો સૂત્રોનું માનીએ તો, ગંગોત્રી-બદ્રીનાથ માટે હેલી સેવાઓ પણ બંધ કરી શકાય છે.

Kedarnath Heli Service Kedarnath helicopter service stop in Uttarakhand Char Dham Yatra

Kedarnath Heli Service Kedarnath helicopter service stop in Uttarakhand Char Dham Yatra

 News Continuous Bureau | Mumbai 

 Kedarnath Heli Service :ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ  દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન વર્તમાન પરિસ્થીતીને જોતા સરકારે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માહિતી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. સુરક્ષા કારણોસર, કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે.

Join Our WhatsApp Community

 4 લાખથી વધુ ભક્તોએ ચાર ધામોની મુલાકાત લીધી

આજે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે આવે છે. રાજ્ય સરકાર યાત્રાને સરળ, સલામત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત કામ કરે છે. આ સુધારેલી વ્યવસ્થાના પરિણામે, માત્ર 9 દિવસમાં 4 લાખથી વધુ ભક્તોએ ચાર ધામોની મુલાકાત લીધી છે.  મહત્વનું છે કે ચાર ધામ યાત્રા ઔપચારિક રીતે આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ હતી. 

 

 ચારેય ધામોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી

 ઓપરેશન સિંદૂર પછી, કેદારનાથ અને બદ્રીનાથ સહિત ચારેય ધામોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ચારેય ધામોમાં અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રાળુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચાર ધામની આસપાસ શંકાસ્પદોની ઓળખ માટે પોલીસ દ્વારા ચકાસણી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. દિવસ-રાત ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડ્રોન કેમેરાની મદદથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  તમે પણ મુંબઈ થી કેદારનાથ જવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો કેટલો થશે ખર્ચ

ચારેય ધામોમાં 25 લાખથી વધુ નોંધણીઓ

30 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે ઉત્તરાખંડ ચારધામ યાત્રાનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી-એનસીઆર અને દેશના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 25 લાખથી વધુ ભક્તોએ ચારધામમાં નોંધણી કરાવી છે. ચાર ધામોમાં, કેદારનાથ ધામની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા સૌથી વધુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Exit mobile version