Site icon News Continuous Bureau | Mumbai

Kedarnath Helicopter Crash: કેદારનાથમાં ફરી એકવાર થયું હેલિકોપ્ટર ક્રેશ, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના; જુઓ વિડીયો

Kedarnath Helicopter Crash: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હેલિકોપ્ટર બે ડોક્ટરો સાથે કેદારનાથ હેલિપેડ પર ઉતરી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન, હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો, જેના કારણે થોડીવાર માટે અરાજકતા સર્જાઈ ગઈ. સદનસીબે, પાઇલટે સમજદારી બતાવી અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું, જેના કારણે બંને ડોકટરોનો સુરક્ષિત બચાવ થયો.

Kedarnath Helicopter Crash Air ambulance crashes while landing; tail snaps mid-descent

Kedarnath Helicopter Crash Air ambulance crashes while landing; tail snaps mid-descent

News Continuous Bureau | Mumbai

Kedarnath Helicopter Crash:  ઉત્તરાખંડમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કેદારનાથ ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું. જોકે, રાહતની વાત એ છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોઈનું મોત થયું નથી.  હેલિકોપ્ટરનો ઉપયોગ તબીબી સેવા માટે કરવામાં આવી રહ્યો હતો.  

Join Our WhatsApp Channel

 Kedarnath Helicopter Crash:  ઇમરજન્સી મેડિકલ સર્વિસનું હેલિકોપ્ટર ક્રેશ 

આ હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસનું હેલિકોપ્ટર હતું જે ઋષિકેશના એઇમ્સથી કેદારનાથ માટે ઉડાન ભરી રહ્યું હતું. તેમાં બે ડોક્ટરો અને એક પાયલોટ સવાર હતા. કેદારનાથ હેલિપેડથી 20 મીટર પહેલા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કહેવામાં આવ્યું છે કે ત્રણેય લોકો સુરક્ષિત છે.  

 

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor : આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક અભિયાન… સાંસદોનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનને ખુલ્લું પાડશે;ગ્રુપ લીડર્સમાં થરૂર- સુપ્રિયા સુલેના નામ..

  Kedarnath Helicopter Crash:   હેલિકોપ્ટર અકસ્માતના ત્રણ કેસ નોંધાયા

જણાવી દઈએ કે મે મહિનામાં અત્યાર સુધીમાં હેલિકોપ્ટર અકસ્માતના ત્રણ કેસ નોંધાયા છે, જેમાં ઉત્તરકાશી જિલ્લામાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે, બદ્રીનાથ ધામ જઈ રહેલા હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગમાં યાત્રાળુઓનો માંડ માંડ બચાવ થયો. બદ્રીનાથથી ચમોલી જિલ્લાના શેરસી પરત ફરતા હેલિકોપ્ટરને ખરાબ હવામાનને કારણે રૈનકા ઉખીમઠ ખાતે કટોકટી ઉતરાણ કરવું પડ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version