Site icon

મહિલાએ ગર્ભપાત માટે પતિની પરવાનગી લેવાની જરૂર નથી- કેરળ હાઈકોર્ટ

News Continuous Bureau | Mumbai

કેરળ હાઈકોર્ટે(Kerala High Court) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે જો કોઈ ગર્ભવતી મહિલા(pregnant woman) ગર્ભપાત કરાવવા ઈચ્છે છે તો તેને આવું કરવા માટે પતિની મંજૂરીની કોઈ જરૂર નથી.કોર્ટે કહ્યું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટમાં(Medical Termination of Pregnancy Act) એવી કોઈ જોગવાઈ નથી, જેના હેઠળ મહિલાએ ગર્ભપાત(Abortion) કરાવવા માટે તેના પતિની પરવાનગી લેવી પડે. આનું કારણ એ છે કે સ્ત્રી જ ગર્ભાવસ્થા અને પ્રસૂતિની પીડા અને તણાવ સહન કરે છે.કોર્ટે આ આદેશ કોટ્ટયમની 21 વર્ષીય યુવતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. જેમાં યુવતીએ તબીબી શરતો અનુસાર ગર્ભપાતની પરવાનગી માંગી હતી. ગર્ભવતી સ્ત્રી કાયદેસર રીતે ડિવોર્સી અથવા વિધવા નથી.

Join Our WhatsApp Community

કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ વીજી અરુણે(Justice VG Arun) કહ્યું કે યુવતીનો તેના પતિ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે યુવતીએ આ અંગે તેના પતિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાના પતિએ તેની સાથે રહેવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી. તેથી, કોર્ટે માન્યું કે આ તેના પરિણીત જીવનમાં (married life) ધરખમ પરિવર્તન સમાન છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની શિંદે સરકારને આપ્યો ઝટકો- રાજ્યપાલને 12 ધારાસભ્યોના નામોની યાદી પર આ તારીખ સુધી નિર્ણય ન લેવાનો આદેશ

'યુવાન પેઢી લગ્નને ખરાબ માને છે'

તાજેતરમાં જ કેરળ હાઈકોર્ટની બેન્ચે પતિ દ્વારા છૂટાછેડા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે યુવા પેઢી લગ્નને ખરાબ માની રહી છે. બેન્ચે કહ્યું કે એટલે જ લિવ-ઈન સંબંધો વધી રહ્યા છે. જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ સોફી થોમસની બેન્ચે છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે કહ્યું કે યુવા પેઢી લગ્નને ખરાબી તરીકે જોઈ રહી છે. લોકો મુક્ત જીવન માણવા માટે લગ્નના બંધનને ટાળે છે અને તેથી જ લિવ-ઇન રિલેશનશિપ વધી રહ્યા છે.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version