Site icon

કાળઝાળ ગરમી વચ્ચે આ દક્ષિણી રાજ્યમાં ચોમાસા પહેલા જ વરસાદ, ભારતમાં સૌથી વધુ વરસાદ વાળુ રાજ્ય બની ગયું; જાણો વિગતે  

 News Continuous Bureau | Mumbai
એપ્રિલ માસની કાળઝાળ ગરમી વચ્ચે ભારતના દક્ષિણી રાજ્ય કેરળમાં પ્રી-મોનસુનની ગતિવિધિઓ જોવા મળી રહી છે. માર્ચ મહિના દરમિયાન કેરળમાં 45 ટકા વરસાદ જોવા મળ્યો હતો. 01 માર્ચથી 06 એપ્રિલ સુધી રાજ્યમાં 32 ટકા વરસાદ થયો હતો. કેરળ વર્તમાનમાં ભારતમાં સૌથી વધુ વરસાદવાળુ રાજ્ય બની ગયુ છે. કેરળ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો છે.  

વાસ્તવમાં છેલ્લા ૨૪ કલાકમાં કેરળના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત, કેરળ વર્તમાનમાં ભારતના એકમાત્ર રાજ્યોમાંથી એક છે જ્યાં કર્ણાટકના અમુક ભાગો સાથે-સાથે પ્રી-મોનસુન વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

સાયરા બાનું ગુપચુપ થઈ ગઈ, કોઈના સાથે હવે વાત જ નથી કરતી, શું થયું છે તેમને?, જાણો અહીં 

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ થયો. પઠાનમથિટ્ટામાં અત્યાર સુધી ૨૦ સેમી વરસાદ થયો છે જે સામાન્યથી ૯૯ ટકાથી વધુ છે. પઠાનમથિટ્ટામાં પણ ગુરુવારે સૌથી વધુ વરસાદ થયો. પઠાનમથિટ્ટાના અયિરુર પાસે કુરુદામનિલમાં સૌથી વધુ ૯૦ મિમી(૯ સેમી) વરસાદ નોંધવામાં આવ્યો હતો. એર્નાકુલમ દક્ષિણમાં ૮ સેમી વરસાદ નોંધવામાં આવ્યો જ્યારે કોટ્ટાયમ અને મુન્નારમાં દરેક જગ્યાએ ૬ સેમી વરસાદ થયો. કાસરગોડ અને તિરુવનંતપુરમ જિલ્લાઓને છોડીને રાજ્યના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદ થયો.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version