ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
હિમાચલ પ્રદેશના કિન્નોરમાં બુધવારના રોજ બપોરે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયાં ભૂસ્ખલન થવાના કારણે યાત્રીઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ છે. આ ઉપરાંત બે કાર પણ ભૂસ્ખલનની ઝપટમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 35-40 મુસાફરો છે. અકસ્માત બાદ રાહત-બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ગયાં છે. ઘટનાસ્થળેથી જે દૃશ્યો સામે આવી રહ્યાં છે એ હૃદયદ્રાવક છે. આ દુર્ઘટના કિન્નોર જિલ્લાના નિગુલસેરી નૅશનલ હાઈવે-5 પર ચીલ જંગલની પાસે બની છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં લૅન્ડસ્લાઇડની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ત્યાં નદીઓમાં પૂર પણ આવ્યું છે.
