ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રના પુણેમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ગયા અઠવાડિયે ઝપાઝપી થઈ હતી, જેમાં કિરીટ સોમૈયા જખમી થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. હોસ્પિટલથી રજા બાદ સોમૈયાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા છે.
કિરીટ સોમૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પૂણેમાં મારા પર હુમલો મુખ્યમંત્રીના સૂચન બાદ જ થયો હતો.
કિરીટ સોમૈયાએ પુણેના જમ્બો કોવિડ સેન્ટરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કિરીટ સોમૈયા શનિવારે પુણેના શિવાજીનાર પોલીસ સ્ટેશન અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. આ સમયે શિવસેનાના કાર્યકરો અને સોમૈયા વચ્ચે મારામારી થઈ હતી.