Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા અનિલ પરબ ઉપર ભાજપના નેતા કિરીટ સોમૈયા એ લગાવ્યા ગંભીર આરોપ. હવે કેસ ચાલશે…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
 ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ અને પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબ વિરુદ્ધ લોકાયુક્ત અદાલતમાં અરજી દાખલ કરી છે.


   કિરીટ સોમૈયાએ આરોપ મૂક્યો છે કે, પરિવહન મંત્રી અનિલ પરબે રાજ્ય સરકારની મ્હાડાની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડીને તેના પર બાંધકામ પણ કર્યું છે. આ સંદર્ભે લોકાયુક્ત માં સમગ્ર બનાવની તપાસ કરવાની અપીલ પણ કરી  છે.
   છેલ્લા કેટલાય સમયથી કિરીટ સોમૈયા શિવસેના પાર્ટી પ્રમુખ ની સાથે બીજા નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા આવ્યા છે  પોતે સરકારની ત્રણ વિકેટ પાડશે એવું પણ એમણે જાહેર કર્યું છે.
   ઠાકરે સરકારમા ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો જ જાય છે. સરકારના એક પછી એક મંત્રી અને નેતાઓના કાળા કારનામાં લોકો સમક્ષ ઉઘાડા પડતા જાય છે.હવે જોવાનું છે કે કિરીટ સોમૈયા એ લગાવેલા આરોપ સામે પરિવહન મંત્રી શું જવાબ આપે છે.

Join Our WhatsApp Channel
Maharashtra Weather Update શહેરોમાં પ્રદૂષણનું જોખમ વધ્યું મુંબઈ અને પૂણેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ ને પાર, નાગપુરની હવા પણ ઝેરી બની
Diveagar Beach Drowning Tragedy દિવેઆગર બીચ પર 8 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોતના મામલે તપાસના આદેશ CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM સુનેત્રા પવારે વ્યક્ત કર્યો ઊંડો શોક
Samruddhi Expressway Road Accident સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત 7 ભક્તોના કમકમાટીભર્યા મોત, 19 ઘાયલ, શેગાંવથી દુર્ગા માતાની મૂર્તિ લઈને પરત ફરતી વખતે સર્જાયો બનાવ
Central Railway Ticket Checking Drive કન્ફર્મ ટિકિટ છતાં ટીટીઈ પકડશે! રેલવેમાં મુસાફરી પહેલાં આ નિયમ જાણી લો, નહીં તો ખિસ્સું ખાલી થશે
Exit mobile version