રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે ભાજપના આ નેતાની સરખામણી કરી આઈટમ ગર્લ સાથે; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022  

મંગળવાર.

મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના કૌભાંડો બહાર લાવવાનો દાવો કરનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા પ્રધાન નવાબ મલિકે બરોબરની ટીકા કરી છે. નવાબ મલિકે કિરીટ સોમૈયાને ભાજપની આઈટમ ગર્લ ગણાવી હતી.

કિરીટ સોમૈયા એટલે એકાદ ફિલ્મની આઈટમ ગર્લ હોવાની નવાબ મલિકે ટીકા કરી છે. હાલ નાંદેડના પ્રવાસે રહેલા નવાબ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતા સમયે કહ્યું હતું કે ફિલ્મ સારી રીતે ચાલે એટલે તેમાં એક આઈટમ ગર્લની આવશ્યકતા હોય છે. કિરીટ સોમૈયાએ રાજકીય ક્ષેત્રના ભાજપના આઈટમ ગર્લ પ્રમાણે છે. સમાચાર કેવી રીતે બને તે માટે રાજકરણની આઈટમ ગર્લનો કાર્યક્રમ ચાલુ છે.

અરે વાહ, હવે ગંગા મૈયાની દૈનિક આરતીની જેમ થશે નર્મદા મૈયાની આરતી, ગોરાના ઘાટે આટલા રૂપિયા આપી ઉતારી શકશો નર્મદા મૈયાની આરતી

કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના નેતાઓની સતત ટીકા કરી રહ્યા છે. દસ્તાવેજોનો આધાર લઈને તે શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ સામે આરોપ કરી રહ્યા છે. તેથી ED આ નેતાઓની પાછળ હાથ ધોઈને પડી જાય છે એવો આરોપ પણ નવાબ મલિકે કર્યો હતો.

Exit mobile version