Site icon

જાણો 2012માં અને 2017માં પ્રથમ તબક્કામાં કેટલા ટકા થયું હતું મતદાન, 2022માં વધુ મતદાનની આશા

2017માં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા તફાવત સાથે 20 બેઠકો હતી

Know the voting percentage in the first phase in 2012 and 2017

જાણો 2012માં અને 2017માં પ્રથમ તબક્કામાં કેટલા ટકા થયું હતું મતદાન, 2022માં વધુ મતદાનની આશા

News Continuous Bureau | Mumbai

Gujarat Assembly election: ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં સરેરાસ 7થી 9 ટકા જેટલું મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. ત્યારે મતદાન ગુજરાતમાં પ્રથમ તબક્કામાં છેલ્લા 10 વર્ષમાં એટલે કે બે તબક્કામાં 68થી 70 ટકા આસપાસ થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Community

મતદાન જાગૃતિને લઈને ચૂંટણીપંચ દ્વારા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે મતદાનને લઈને અવેરનેસ પણ વધી છે. આ ઉપરાંત જેઓ 80 વર્ષથી વધુની ઉંમરના છે તેમજ દિવ્યાંગો છે તેમના માટે મતદાનને લઈને ઘરે બેઠા વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે. જેઓ બેલેટ પેપરથી પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પરથી મતદાન કરી ચૂક્યા છે. ત્યારે અત્યારે મતદાન બૂથો પર જઈને મતદાન આજે લોકો સવરે 8 કલાકથી કરી રહ્યા છે. ત્યારે આ વખતે પણ ગત બે ચૂંટણી કરતા વધુ મતદાનની આશા છે. 

આ સમાચાર પણ વાંચો:  ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.

આટલું થયું હતું મતદાન (Voting)

પ્રથમ તબક્કામાં 2012માં 72.37 ટકા અને 2017માં 68.33 ટકા મતદાન થયું હતું. 2017માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને 46.13 ટકા અને કોંગ્રેસને 42.90 ટકા વોટ મળ્યા હતા. 2017માં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા તફાવત સાથે 20 બેઠકો હતી. 11 બેઠકો 2 ટકાથી ઓછા માર્જિન સાથે હતી જ્યારે 9 બેઠકો 2 થી 5 ટકાના માર્જિન સાથે હતી.

જીતના માર્જિન સાથે 5 ટકાથી ઓછી બેઠકો

2017માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા તફાવત સાથે 20 બેઠકો હતી. જેમાંથી કોંગ્રેસને 12 અને ભાજપને 8 બેઠકો મળી હતી. 11 બેઠકોમાંછી 2 ટકા ઓછા માર્જિન સાથે હતી જ્યારે 9 બેઠકો 2થી 5 ટકાના માર્જિન સાથે બેઠકો હતી. 2012માં, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા માર્જિન સાથે 17 બેઠકો હતી. કોંગ્રેસને 10 અને ભાજપને 7 બેઠકો મળી હતી. 8 બેઠકો 2 ટકાથી ઓછા માર્જિન સાથે હતી, જ્યારે 10 બેઠકો 2 થી 5 ટકાના માર્જિન સાથે હતી.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ વાસીઓ માટે ફર્સ્ટ ક્લાસ યોજના! માત્ર 199 રૂપિયામાં એક મહિનાની મુસાફરી કરો, ચલો એપ’નો નવો પ્લાન માત્ર એક ક્લિકમાં જાણો

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version