Site icon

નસીબ હોય તો આવા.. ડ્રીમ 11માં ટીમ બનાવીને આ બાળક રાતોરાત બની ગયો કરોડપતિ

કહેવાય છે કે નસીબ ક્યારે ખુલી જાય કોઈ કહીં ન શકે અને જ્યારે નસીબ ખુલે છે તો ઉપરવાળો દીલ ખોલીને આપે છે. આવું જ કંઈક થયું છે કોલ્હાપુર જિલ્લાના મુરગુડના કુંભાર પરિવાર સાથે. અહીં માત્ર 7માં ધોરણમાં ભણતા 12-13 વર્ષના છોકરાએ Dream11 પ્લેઇંગ એપ પર ક્રિકેટ ગેમ રમીને એક કરોડની રકમ જીતી છે.

Kolhapur 7th class boy won one crore in Dream 11

નસીબ હોય તો આવા.. ડ્રીમ 11માં ટીમ બનાવીને આ બાળક રાતોરાત બની ગયો કરોડપતિ

News Continuous Bureau | Mumbai

કહેવાય છે કે નસીબ ક્યારે ખુલી જાય કોઈ કહીં ન શકે અને જ્યારે નસીબ ખુલે છે તો ઉપરવાળો દીલ ખોલીને આપે છે. આવું જ કંઈક થયું છે કોલ્હાપુર ( Kolhapur  ) જિલ્લાના મુરગુડના કુંભાર પરિવાર સાથે. અહીં માત્ર 7માં ધોરણમાં ભણતા 12-13 વર્ષના છોકરાએ Dream11 પ્લેઇંગ એપ પર ક્રિકેટ ગેમ રમીને એક કરોડની રકમ જીતી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મુરગુડના સક્ષમ બાજીરાવ કુંભાર નામના ધોરણ 7ના વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમ ‘ડ્રીમ ઈલેવન’માં કરોડપતિ જીતવાનો દાવો કર્યો છે. ગત રાત્રે તેના પિતાના ખાતામાંએક કરોડમાંથી 30 લાખ રૂપિયા ટેક્સના કપાયા અને 70 લાખ અકાઉન્ટમાં જમા થતા ગામમાં આનંદ છવાયો હતો. તેના પિતા બાજીરાવ કુંભાર મહાવિતરણના કર્મચારી છે.

સાતમા ધોરણના વિદ્યાર્થી, સક્ષમ બાજીરાવ કુમ્હારે ભારત વિ ન્યુઝીલેન્ડ (Ind vs Nz) ક્રિકેટ મેચ માટે ડ્રીમ XI પર કેટલાક પૈસાની દાવ લગાવી હતી. જે બાદ તેને રૂ.નો જેકપોટ મળ્યો હતો. સક્ષમે ડ્રીમ XI પર જે ટીમ બનાવી હતી તેણે તેને ગેમ જીતવામાં મદદ કરી હતી. ભારત-ન્યૂઝીલેન્ડની મેચ પછી, જેમ જ તે પ્રકાશમાં આવ્યું કે સક્ષમે એક કરોડ જેટલું જીત્યું છે, ત્યારે ગ્રામજનોએ બાઇક રેલીનું આયોજન કર્યું અને તેના માટે સરઘસ કાઢ્યું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેચમાં એક કરોડ જીત્યા બાદ સક્ષમના ખાતામાં 70 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. કહેવાય છે કે આ પૈસા ટેક્સની રકમ બાદ ખાતામાં જમા થાય છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારનું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી..

ઉલ્લેખનીય છે કે ડ્રીમ 11 મોબાઇલની એક ગેમિંગ એપ છે. એપ મનોરંજનની સાથે કમાણીનું પણ સાધન છે. જોકે, આ બહુ જ જોખમી છે. આ એપની મદદથી આઇપીએલ ક્રિકેટમાં ટીમ બનાવીને રમવામાં આવે છે. જો તમે પસંદ કરેલ ખેલાડી સારું પ્રદર્શન કરે છે, તો તમે તે રાઉન્ડ જીતી શકો છો.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version