Site icon

મહારાષ્ટ્રના કોલ્હાપુરના આ શહેરમાં સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કરોડોની સંપત્તિ થઈ બળીને ખાખ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં આજે સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર આગ સવારે 9 વાગે લાગી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ ખૂબ જ ઝડપથી ફેલાય હતી. જોકે સદનસીબે કર્મચારીઓની રજા હોવાથી ફેક્ટરીમાં કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં રાખવામાં આવેલ કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. એકંદરે અત્યાર સુધીમાં 2 કરોડના માલસામાનના નુકસાનના સમાચાર છે.

SCના વકીલોને ફરી આવ્યો રેકોર્ડેડ કોલ, ‘આ’ દિવસે દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવાની આપી ધમકી; જાણો વિગતે

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.  આગ લાગવાના સંપૂર્ણ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં કાપડ બનાવવાનું કામ ખૂબ જ ફેલાયેલું છે. અહીંનો પાવરલૂમ ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે.  

 

Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version