Site icon

કોલકાતામાં ગોળીબાર- પોલીસ કર્મીએ મહિલાને ગોળી મારી કરી આત્મહત્યા- ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ બંગાળ(West Bengal)માં કોલકાતા(Kolkata)માં ફાયરિંગ(Firing)ની ઘટના સામે આવી છે. કોલકાતાના પાર્ક સર્કસ વિસ્તારમાં આજે બપોરે બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન (Bangladesh High Commission) પાસે એક પોલીસકર્મી(Policeman) એ ફાયરિંગ કર્યું હતું. પોલીસકર્મીએ કરેલા અંધાધૂંધ ગોળીબાર બાદ અફરા-તફરી મચી ગઈ હતી. પાડોશીઓ અહીં-તહીં દોડવા લાગ્યા. પોલીસકર્મીએ રસ્તેથી આવતી એક મહિલાને પણ ગોળી મારી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ પોલીસકર્મીએ અચાનક બહાર આવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગમાં બાઇક સવાર મહિલાનું મોત થયું હતું. ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી, પોલીસકર્મીએ પોતાને પણ ગોળી મારી દીધી. જોકે આ પોલીસકર્મી કોણ હતો અને તેણે શા માટે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો તે હાલમાં જાણી શકાયું નથી. આ સિવાય પોલીસકર્મીના ગોળીબારમાં માર્યા ગયેલા મહિલાની પણ ઓળખ થઈ શકી નથી.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત.. આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી, બન્યો એશિયાનો પહેલો દેશ

આ ઘટના બાદ ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત(Police Force) ગોઠવી દેવામાં આવ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે(Home Ministry) પણ આ બાબતની નોંધ લીધી છે અને પશ્ચિમ બંગાળ સરકાર(West Bengal Govt) પાસેથી તેનો રિપોર્ટ મંગાવ્યો છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version