હવામાન વિભાગ (આઈએમડી) એ ફરી એકવાર નૈઋત્યના ચોમાસાની તોફાની અસર હજી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આઈએમડીએ આગાહી કરી છે મધ્ય મહારાષ્ટ્રના પુણે તથા કોલ્હાપુર જિલ્લામાં પણ 28 અને 29 જુલાઈના રોજ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.
મુંબઈ, થાણે અને પાલઘરમાં 29,30 અને 31 જુલાઈ દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી શક્યતા છે
કોંકણના રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં 28-29 જુલાઈ દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ) જ્યારે 30-31, જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વર્ષા (ઓરેન્જ) થવાની સંભાવના છે.
સાથે જ હવામાન ખાતાએ રાજ્યના માછીમારોને પણ 28થી 31 જુલાઈ દરમિયાન દરિયામાં નહીં જવાની ચેતવણી આપી છે.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પડેલા મુશળધાર વરસાદને પગલે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
