News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં 1 જાન્યુઆરી 2018 ના દિવસે પૂના(Pune)ના કોરેગાવ વિસ્તારમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી. આ મામલે તપાસ પંચ(Inquiry Commission)ની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આ તપાસ માટે તપાસ પંચ નિમાયું છે જેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray), મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે(MNS Chief Raj Thackeray), કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોળે(Nana Patole), રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે (Ramdas Athwale) તેમજ વંચિત બહુજન ઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર(Prakash Ambedkar) ને નોટિસ પાઠવી છે. આ સમગ્ર વિષય સંદર્ભે આ તમામ પાર્ટીઓ ને ૩૦ જૂન સુધીમાં પોતાનો જવાબ આપવા જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે આયોગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર (NCP chief Sharad Pawar)નું નિવેદન નોંધી લીધું છે. આયોગને એ વાતની જાણકારી જોઈએ છે કે મહારાષ્ટ્રના પ્રમુખ પક્ષોનું આ રમખાણ સંદર્ભે શું કહેવું છે.