News Continuous Bureau | Mumbai
સમગ્ર કચ્છમાં(Kutch) આકાશમાં તેજ પ્રકાશના મણકાઓ(beads of bright light) સાથેની રોશની જોવા મળી હતી. જેના પગલે આ અવકાશી નજારો(Spatial views) જોનાર લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. જ્યારે જિજ્ઞાસુ લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. શરૂઆતમાં અજાયબી લાગતી આ ઘટના બાદમાં સ્ટારલિંક(Starlink) હોવાનું સામે આવ્યું હતું. આ નજારો ગીર સોમનાથ(Gir Somnath) અને અમરેલી જિલ્લામાં(Amreli District) પણ જોવા મળ્યો હતો. લોકોએ આ દ્રશ્યો તેમના મોબાઈલના કેમેરામાં(mobile camera) કેદ કરી લીધા હતા.
આ વિશે જાણકાર સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર સ્ટારલિંક એ એલન મસ્કની કંપની(Elon Musk's company) આખી દુનિયામાં સેટેલાઈટ(Satellite) દ્વારા જે ઈન્ટરનેટની સુવિધા(Internet facility) આપવા જઈ રહી છે, તે કામ કંપની સ્ટારલિંક દ્વારા કરશે. આ માટે કંપનીએ અવકાશમાં ઉપગ્રહોનો સમહુ મોકલ્યો છે. તેને સ્ટારલિંક કહેવાય છે.
Strange lights appeared in the sky of the Saurashtra area of Gujarat. Curiosity arose among the people when suddenly light appeared in the sky.@narottamsahoo #ZEE24Kalak pic.twitter.com/UbotTyiUoQ
— Dixit Soni (@DixitGujarat) June 18, 2022
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને ઝટકો- સુપ્રીમ કોર્ટે પણ ન આપી અનિલ દેશમુખ અને નવાબ મલિકને આ મામલે કોઈ રાહત- જાણો વિગત
વિકિપીડિયા(Wikipedia) અનુસાર સ્ટારલિંક એ સ્પેસએક્સ(SpaceX) દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર(Internet Star) છે. જે ૩૪ દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ(Satellite Internet access coverage) પ્રદાન કરે છે. તેનો હેતુ વૈશ્વિક કવરેજનો છે. સ્પેસએક્સે ૨૦૧૯માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું. મે ૨૦૨૨ સુધીમાં, સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (એલઈઓ)માં ૨ હજાર ૪૦૦થી વધુ મોટા પ્રમાણમાં ઉત્પાદિત નાના ઉપગ્રહોનો સમાવેશ કરે છે. જે નિયુક્ત ગ્રાઉન્ડ ટ્રાન્સસીવર્સ (Ground transceivers) સાથે વાતચીત કરે છે. એલન મસ્ક સેટેલાઇટ દ્વારા લોકોને ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે અને તેમાં ઉન્નતિ માટે હવે વધુ ઉપગ્રહો મોકલવાની તૈયારી ચાલી રહી છે.
