Site icon

Laddu Gopal : આવો તે કેવો ચોર.. પહેલા મંદિરમાં ઘૂસ્યો, પ્રસાદ ચઢાવ્યો, પૂજા કરી, પછી લાડુ ગોપાલ મૂર્તિ સાથે થઇ ગયો ફરાર. જુઓ વિડીયો

Laddu Gopal : મેરઠમાં ભગવાનની પિત્તળની મૂર્તિની ચોરી કરવા આવેલા ચોર મંદિરમાં ઘૂસીને સૌથી પહેલા પ્રસાદ ચડાવ્યો. હાથ જોડીને તેણે ભગવાન પાસે એક મિનિટ માટે તેના પાપની ક્ષમા માંગી. આ પછી તે લાડુ-ગોપાલની મૂર્તિ ચોરીને પોતાની સાથે લઈ ગયો.

Laddu Gopal : Meerut Temple CCTV Footage; Laddu Gopal Idol Stolen

Laddu Gopal : Meerut Temple CCTV Footage; Laddu Gopal Idol Stolen

News Continuous Bureau | Mumbai 

Laddu Gopal : ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) મેરઠમાં ( Meerut ) લાડુ ગોપાલજીની ( Laddu Gopal ) મૂર્તિની ચોરીનો ( Idol Stolen ) અનોખો મામલો સામે આવ્યો છે. ચોર પહેલા સામાન્ય ભક્તની જેમ મંદિરમાં પ્રવેશ્યો. બાદમાં પૂજા કરી પછી તેણે મૂર્તિની ચોરી કરી અને ફરાર થઇ ગયો. જોકે ચોરની આ કૃત્ય સીસીટીવી કેમેરામાં ( CCTV cameras ) કેદ થઈ ગયું હતું, ત્યારબાદ આ વિસ્તારના લોકોએ મૂર્તિની રિકવરી અંગે હોબાળો મચાવ્યો હતો.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

ગુનાઓ માટે ભગવાન પાસે માંગી ક્ષમા

પ્રાપ્ત જાણકારી મુજબ મામલો મેરઠના થાણા મેડિકલ ( Thana Medical ) વિસ્તારની પ્રવેશ વિહાર કોલોનીનો છે, જ્યાં ખાટુ શ્યામ મંદિરમાંથી ( Khatu Shyam Mandir ) ભગવાન લડ્ડુ ગોપાલની મૂર્તિ ચોરાઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચોર સામાન્ય ભક્તની જેમ મંદિરમાં ઘૂસ્યો. ચોરી કરતા પહેલા તેણે પોતાના ગુનાઓ માટે ભગવાન પાસે ક્ષમા પણ માંગી હતી. આ પછી મંદિરમાંથી ભગવાનની મૂર્તિની ચોરી કરી હતી.

 આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો

રાધા અષ્ટમી પહેલા મંદિરમાંથી લાડુ ગોપાલની મૂર્તિની ચોરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલ પોલીસ લાડુ ગોપાલની મૂર્તિ અને ચોરને શોધી રહી છે. મૂર્તિની રિકવરી બાબતે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો, પરંતુ સીસીટીવી ફૂટેજ હોવા છતાં હજુ સુધી ચોરનો કોઈ પત્તો લાગ્યો નથી.

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version