Site icon News Continuous Bureau | Mumbai

Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ

એકલા યવતમાળમાં જ 58 હજાર મહિલાઓની મદદ રોકી દેવાઈ; આંગણવાડી સેવિકાઓ ઘરે-ઘરે જઈને પાત્રતા ચકાસશે, 4 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ.

Ladki Bahin Yojana Installment લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ ઈ-કેવાયસી છતાં હપ્તો

Ladki Bahin Yojana Installment લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ ઈ-કેવાયસી છતાં હપ્તો

News Continuous Bureau | Mumbai
Ladki Bahin Yojana Installment મહારાષ્ટ્ર સરકારની ‘લાડકી બહેન’ યોજના હેઠળ રાજ્યની કરોડો મહિલાઓને દર મહિને ₹1500ની સહાય આપવામાં આવે છે. જોકે, તાજેતરમાં અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે ઈ-કેવાયસી પૂર્ણ કર્યા પછી પણ તેમને ડિસેમ્બર મહિનાનો હપ્તો મળ્યો નથી. આ બાબતને ગંભીરતાથી લઈને મહિલા અને બાળ કલ્યાણ વિભાગે હવે શંકાસ્પદ અરજીઓની રૂબરૂ તપાસ કરવાનો નિર્ણય લીધો છે.યવતમાળ જિલ્લામાં જ અંદાજે 58 હજાર મહિલાઓનો હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે. આ મહિલાઓએ નિયમ મુજબ ઈ-કેવાયસી તો કરાવ્યું છે, પરંતુ ટેકનિકલ કારણો કે પાત્રતા અંગેની શંકાને લીધે તેમને પૈસા મળ્યા નથી. હવે રાજ્ય સરકારના આદેશ મુજબ આંગણવાડી સેવિકાઓ આ મહિલાઓના ઘરે જશે અને તે ખરેખર યોજના માટે પાત્ર છે કે નહીં તેની ખાતરી કરશે.

તપાસના મુખ્ય મુદ્દાઓ

4 દિવસમાં અહેવાલ: આંગણવાડી સેવિકાઓએ આગામી 4 દિવસમાં તપાસ પૂર્ણ કરીને તેનો રિપોર્ટ મહિલા અને બાળ કલ્યાણ વિભાગને સોંપવાનો રહેશે.
પાત્ર કે અપાત્ર?: આ રિપોર્ટના આધારે જ નક્કી થશે કે અટકેલા 58 હજાર લાભાર્થીઓ પૈકી કોને હપ્તો મળશે અને કોને યોજનામાંથી કાયમ માટે બહાર કરી દેવામાં આવશે.
ખોટા અરજદારો પર તરાપ: ઘણી મહિલાઓએ નિયમોનું પાલન કર્યા વગર પણ ફોર્મ ભર્યા હતા અને અગાઉ હપ્તા મેળવ્યા હતા. હવે આવી મહિલાઓને ઓળખીને તેમને અપાત્ર જાહેર કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી

શા માટે લેવાયો આ નિર્ણય?

વિધાનસભા ચૂંટણી બાદ મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવી છે, પરંતુ આ યોજનાને કારણે રાજ્યની તિજોરી પર મોટો બોજો પડ્યો હોવાનું કહેવાય છે. તેથી સરકાર હવે માત્ર એ જ મહિલાઓને લાભ આપવા માંગે છે જે ખરેખર જરૂરિયાતમંદ છે અને યોજનાના તમામ માપદંડોમાં ફિટ બેસે છે. અગાઉ પણ હજારો મહિલાઓના નામ યાદીમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.

Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Atiq Ahmed Son Accident અતીક અહેમદના પુત્રનું રોડ એક્સિડેન્ટમાં નિધન, કાર અકસ્માતમાં અબાન અહેમદ અને મિત્રનો ગયો જીવ
Daughters Skip Fathers Funeral સંબંધોની વરવી વાસ્તવિકતા… પિતાની અસ્થી લેવા પણ ન આવી દીકરીઓ, ૫૧૦૦ રૂપિયા ઓનલાઈન મોકલીને કહ્યું ‘બરાબર અંતિમ સંસ્કાર કરી દેજો’
IndiaMyanmar Land Swap શું ભારત મ્યાનમાર સાથે જમીનની અદલાબદલી કરશે? અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આવી સ્પષ્ટતા.
Exit mobile version