ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
યુપીના લખીમપુર ખીરીમાં હિંસા બાદ તણાવ વધી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ લખીમપુર ખીરીમાં હિંસા બાદ મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે આ ઘટના પછી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે.
પત્રકાર રમણ કશ્યપનો મૃતદેહ પરિવાર જનોએ હોવાની પુષ્ટી કરી છે. પત્રકારના પરિજનોએ ચોકમાં મૃતદેહ રાખી ન્યાયની માંગ સાથે જામ કર્યો છે.
આ દરમિયાન પ્રિયંકા ગાંધી પછી અખિલેશ યાદવની અટકાયત કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
