Site icon News Continuous Bureau | Mumbai

લક્ષદ્વીપના સાંસદને 10 વર્ષની જેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીના જમાઈ પર હુમલો કરવાનો આરોપ

કેસ સાથે સંકળાયેલા વકીલોએ જણાવ્યું કે કાવરત્તીની જિલ્લા અને સત્ર અદાલતે 2009માં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં સાંસદ સહિત અન્ય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેઓ લક્ષદ્વીપની એકમાત્ર લોકસભા બેઠક પરથી એનસીપીના સાંસદ છે.

Lakshadweep MP jailed for 10 years, accused of assaulting former Union minister's son-in-law

Lakshadweep MP jailed for 10 years, accused of assaulting former Union minister's son-in-law

News Continuous Bureau | Mumbai
લક્ષદ્વીપની એક કોર્ટે બુધવારે હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ સહિત ચાર લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસ સાથે સંકળાયેલા વકીલોએ જણાવ્યું કે કાવરત્તીની જિલ્લા અને સત્ર અદાલતે 2009માં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં સાંસદ સહિત અન્ય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેઓ લક્ષદ્વીપની એકમાત્ર લોકસભા બેઠક પરથી એનસીપીના સાંસદ છે.

વકીલોના જણાવ્યા મુજબ, સાંસદ અને અન્ય લોકોએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ. સઈદના જમાઈ પદનાથ સાલેહ પર હુમલો કર્યો હતો, જ્યારે તે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય મુદ્દા પર હસ્તક્ષેપ કરવા માટે તેમના પડોશમાં પહોંચ્યા હતા. આરોપી સાંસદ ફૈઝલે કહ્યું કે આ એક ‘રાજનીતિથી પ્રેરિત’ કેસ છે અને તે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે.

આ સમાચાર પણ વાંચો: શું તમે જંગલી પ્રાણીઓને ખોરાક ખવડાવવાનો શોખ ધરાવવો છો? આ…

નોંધનીય છે કે CBIએ લક્ષદ્વીપમાં કથિત ટુના માછલી નિકાસ કૌભાંડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સાંસદ મોહમ્મદ ફૈઝલ વિરુદ્ધ FIR નોંધી હતી. સીબીઆઈએ શ્રીલંકામાં માછલીની નિકાસમાં કથિત અનિયમિતતાના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં સીબીઆઈએ મોહમ્મદ ફૈઝલ ઉપરાંત તેના ભત્રીજા અબ્દુલ રઝાક અને શ્રીલંકાની કંપની એસઆરટી જનરલ મર્ચન્ટ્સ ઈમ્પોર્ટર એન્ડ એક્સપોર્ટરને પણ આરોપી બનાવ્યા હતા.

Join Our WhatsApp Channel
Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version