ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર
સ્વર્ગસ્થ CDS જનરલ બિપિન રાવતના નાના ભાઈ કર્નલ વિજય રાવત (નિવૃત્ત) ભાજપમાં જોડાયા છે.
તેઓએ દિલ્હીમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કર્યા બાદ સત્તાવાર કેસરિયો ધારણ કર્યો છે.
કર્નલ રાવત સૈન્યમાંથી નિવૃત્ત થયા છે અને હવે તેઓ સક્રિય રાજકારણમાં ઝંપલાવશે તે નિશ્ચિત છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એવા ચહેરાની શોધમાં છે જે દેશભક્તિના થર્મોમીટર પર ભાજપના માપદંડોને સ્પર્શી શકે.
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 12 લોકો હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, આ હશે છેલ્લી સીઝન