News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે (2 એપ્રિલ) છત્રપતિ સંભાજીનગરમાં મહાવિકાસ અઘાડીની રેલીને સંબોધિત કરતી વખતે ભાજપને પડકાર ફેંક્યો હતો. ઠાકરેએ કહ્યું, ચાલો જોઈએ કે કોણ જીતે છે, મોદી કે બાળાસાહેબ.
મીડિયા અહેવાલો અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અમે મહારાષ્ટ્રમાં ભાજપને મદદ કરી અને હવે તેઓએ અમારી પાસેથી અમારું પ્રતીક, નામ અને મારા પિતાને પણ છીનવી લીધા છે. હવે ભાજપને નીચે લાવવાનો સમય આવી ગયો છે. હું ભાજપને પડકાર આપું છું કે જો તમારામાં હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતા (બાળ ઠાકરે) ના નામે નહિ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો.
આ સમાચાર પણ વાંચો: સાવચેત રહેજો.. દેશમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી, 7 મહિના બાદ એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક કેસ.. જાણો તાજા આંકડા
સાવરકરને લઈને ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર પ્રહાર
ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને ભાજપને હિંદુત્વના વિચારક સ્વર્ગસ્થ વિનાયક દામોદર સાવરકરના ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનો પડકાર ફેંક્યો હતો. ‘સાવરકર ગૌરવ યાત્રા’ને લઈને ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે તેમના હાથમાં પવિત્ર ભગવો (ધ્વજ) સારો નથી લાગતો. ઠાકરેએ પ્રશ્ન કર્યો, સાવરકરે દેશની આઝાદી માટે આકરી કારાવાસ અને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. નહિ કે અને મોદીને વડાપ્રધાન બનાવવા માટે. શું તમે સાવરકરનું ‘અખંડ ભારત’ નું સપનું પૂરું કરશો?”
અમિત શાહ પર પણ સાધ્યું નિશાન
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ભાજપ અને (એકનાથ) શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ સાવરકર અને સરદાર પટેલના આદર્શોને અનુસરવા જોઇએ. થોડા સમય પહેલા અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપને ઉદ્ધવ ઠાકરેને તેમની ‘જગ્યા’ બતાવવા કહ્યું હતું. આ મારી જગ્યા છે, પરંતુ તમે અમને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની જગ્યા ક્યારે બતાવશો?
ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ‘ભ્રષ્ટ’ પાર્ટી ગણાવી હતી. પૂર્વ સીએમએ દાવો કર્યો કે, તેને ભારતીય જનતા પાર્ટી કહેવી એ ભારતના લોકોનું અપમાન છે.” તેઓ ભ્રષ્ટાચારના આરોપો સાથે વિપક્ષી નેતાઓ પર હુમલો કરે છે અને તેમને તેમની પાર્ટીમાં સામેલ કરે છે, તેથી તમામ ભ્રષ્ટ નેતાઓ હવે ભાજપમાં છે.
