Site icon

AMC નિર્ણય-અમદાવાદની મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે

 News Continuous Bureau | Mumbai

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (Standing Committee Meeting) યોજાઈ હતી આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અમદાવાદની એલ.જી. મેટ કોલેજનું (LG Met College) નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોલેજ હવે નરેન્દ્ર મોદીના(Narendra Modi) નામે ઓળખશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અંગે કોર્પોરેશન દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરમાં મણિનગર (Maninagar) વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવેલ મેટ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે કરવામાં આવ્યું છે. આ નામ એવા સમયે ફેરવવામાં આવ્યું છે કે જયારે આગામી બે દિવસ બાદ 17મી તારીખે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે.આ આગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને(Sardar Patel Stadium) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું અને આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત થયું હતું જેનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ(Former President Ram Nath Kovind) દ્વારા 2021માં કરવામાં આવ્યું હતું. હવે વધુ એક કોલેજને નરેન્દ્ર મોદી નામ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ-ઘરમાં બુરી આત્મા હોવાનો ડર બતાવી થાણેમાં બે મહિલાએ વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડી

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version