Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં  ગુલાબી ઠંડીનો અહેસાસ: મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો. કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઇનું ગગન આવતા બે-ત્રણ દિવસ દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.૧, ડિસેમ્બરે અરબી સમુદ્રમાં અને  આંદામાનના દરિયામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) સર્જાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે. આવાં બદલાઇ રહેલાં પરિબળોની વ્યાપક અસરથી તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.  આજે પુણે નજીકનાં હવેલીમાં  લઘુત્તમ તાપમાન ૧૧.૫ ડિગ્રી,પાશાન-૧૧.૭, પુણે -૧૨.૪, શિવાજીનગર-૧૨.૪, માલીણ-૧૨.૫, તળેગાંવ-૧૨.૯, નાશિક-૧૨.૯,  ચીકલથાણા-૧૩.૨,  નેશનલ ડિફેન્સ કોલોની(પુણે)-૧૩.૩, જળગાંવ-૧૩.૭, માલેગાંવ-૧૩.૮, મહાબળેશ્વર-૧૪.૬, ઉસ્માનાબાદ-૧૪.૮, બારામતી-૧૪.૯, પરભણી-૧૫.૦, જાલના-૧૫.૦  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે  મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં  ઠંડીગાર ચાદર  પથરાઇ  ગઇ છે.આજે મહારાષ્ટ્રનાં ૧૨ સ્થળોએ લઘુત્તમ તાપમાન ૧૧.૦ થી ૧૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિ ટાઢુંબોળ નોંધાયું હોવાના સમાચાર મળે છે. સાથોસાથ મુંબઇમાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન રાતના તાપમાનમાં બે(૨) ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં સાંજે અને વહેલી સવારે ઠંડીનો ગમતીલો અનુભવ થઇ રહ્યો છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.બંને સ્થળોએ તાપમાનમાં ૧૦થી ૧૪ ડિગ્રીનો મોટો તફાવત પણ રહ્યો છે. આજે પુણે નજીકનું શીરુર ૧૧.૪  ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રનું  સૌથી ટાઢુંબોળ સ્થળ નોંધાયું હતું.

 

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version