Site icon News Continuous Bureau | Mumbai

જગતના નાથ દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ એવાં અદ્ભુત દ્દૃશ્યો જોવા મળ્યાં હતાં.

હકીકતમાં દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ગઈ કાલે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરની ટોચ પરના દંડ પર ફરકતી ધજા સહેજ ફાટી ગઈ હતી. જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. મંદિરના શિખર પર કોપરના વાયરનું અર્થિંગ ગોઠવ્યું હોવાથી વીજળી સડસડાટ જમીનમાં ઊતરી ગઈ હતી.

અરે વાહ! વેક્સિનના બંને ડોઝ લેનારા ડોમેસ્ટિક પ્રવાસીઓનો થશે આ માથાકૂટથી છુટકારો, મુંબઈ ઍરપૉર્ટ પર મળશે આ રાહત; જાણો વિગત

આ ઘટનાની જાણ થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેવભૂમિ-દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. હાલ દ્વારકાધીશ મંદિર પરના આકાશમાં થતા વીજળીના ચમકારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version