Site icon

Limited Height Subway: કલોલમાં અમિત શાહે લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કરી ટ્રાફિક સુવિધામાં સુધારો કર્યો

Limited Height Subway: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું

Limited Height Subway Amit Shah inaugurates Limited Height Subway (LHS) in Kalol, improving traffic facilities

Limited Height Subway Amit Shah inaugurates Limited Height Subway (LHS) in Kalol, improving traffic facilities

News Continuous Bureau | Mumbai
Limited Height Subway:  માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે માનનીય રાજ્યમંત્રી, ગુજરાત સરકાર શ્રી હર્ષ સંઘવી અને માનનીય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં 15 જાન્યુઆરી 2025 ના રોજ સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવેનું લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ જણાવ્યું કે અમદાવાદ ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર 7 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 25 મીટર બેરલ લાંબા નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવે જેનું લોકાર્પણ આજે માનનીય મંત્રીજીએ કર્યું. આનાથી ટ્રેનોની બહેતર પંક્ચ્યુઅલિટીને મદદ મળશે, માર્ગ અવરજવરની કનેક્ટિવિટી ઝડપી થશે, રેલવે ફાટકો પર વાહનોના રોકાવાની સમસ્યાથી માર્ગ યાત્રીઓને રાહત મળશે. આ સબવે શહેરના બંને ભાગો જેવા કે કલોલથી સેરથા-સઈજ ગામને નિર્વિરોધ જોડનારો સુરક્ષિત માર્ગ છે તથા આ સબવેના નિર્માણથી નિર્વિરોધ માર્ગ અવરજવરના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રદૂષણ ઓછું થશે. આવનારા સમયમાં આ પ્રકારના અન્ય 5-6 RUB/ROB બનાવવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Surat: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ, સુરત તથા આસપાસના જિલ્લામાં પ્રવેશ માટે જાહેર કરાયું પ્રવેશ કાર્ય

આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા સહિત મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version