Site icon

Gujarat: ગુજરાતના આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’, વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ .૧૫.૦૦ લાખની લોન

Gujarat: ધોરણ-૧૨ અથવા ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા ધરાવતા યુવક-યુવતીઓ લાભ લઈ શકે છે

Loan Sahay Yojana for Higher Studies Abroad for Tribal Youth of Gujarat Rs.15.00 lakh loan at 4% interest per annum

Loan Sahay Yojana for Higher Studies Abroad for Tribal Youth of Gujarat Rs.15.00 lakh loan at 4% interest per annum

News Continuous Bureau | Mumbai

Gujarat:  ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ( higher studies ) કરી પગભર બને તેમજ આર્થિક રીતે સદ્ધર બની સમાજમાં ગૌરવભેર જીવન વ્યતિત કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના અમલમાં મૂકી છે.  

Join Our WhatsApp Community

              ગુજરાતના ( Gujarat Government ) આદિજાતિ શિક્ષિત યુવક-યુવતીઓને ( Tribal educated Youth ) વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ।.૧૫.૦૦ લાખની મર્યાદામાં વાર્ષિક ૪%ના વ્યાજ દરે ધિરાણ આપવાની યોજના અમલમાં છે. ધોરણ-૧૨ અથવા ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ વિદેશમાં ( Foreign Studies ) ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧(એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે આ યોજના હેઠળ લોન લઈ શકે છે. જેમાં આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ માટે વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે. 

              લોન લેવા માટે જરૂરી દસ્તાવેજોમાં આર્થિક પછાત વર્ગનો દાખલો, કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટકાવારીના આધારો, વિદેશના અભ્યાસનો ઓફરલેટર/I–20/Letter of Acceptance, વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ, વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ, એર ટીકીટની નકલ, વિદ્યાર્થીના પિતા/વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ રજૂ કરવાના હોય છે. 

આ સમાચાર પણ વાંચો  :   Paris Olympics 2024: ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની.

              લોનની ( Loan Sahay Yojana for Higher Studies Abroad ) ભરપાઈ વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Exit mobile version