Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં પંદર દિવસ માટે લોક ડાઉન વધારવામાં આવે તેવી શક્યતા : ટૂંકમાં જાહેરાત થશે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

 મહારાષ્ટ્ર સરકારે લાગેલું ૧૫ મેં સુધી નું લોકડાઉન હવે પુરું થવાના આરે છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર આ લોકડાઉનને વધુ 15 દિવસ વધારે તેવી શક્યતા બળવત્તર થઇ રહી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ૩૭,૦૦૦ કોરોના ના કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા ૪૧ દિવસની સૌથી ઓછી સંખ્યા છે. જોકે આ સમગ્ર વિષય સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે જો લોકડાઉન ને ખોલવામાં આવે તો આ પરિસ્થિતિ હાથ માં થી બહાર નીકળી જશે. હજી સુધી પરિસ્થિતિ 100% કાબૂમાં આવી નથી. મહારાષ્ટ્રના 21 જિલ્લામાં પરિસ્થિતિ વણસી છે જ્યારે કે ૧૫ જિલ્લામાં પરિસ્થિતિ સુધરી છે. મુંબઈ અને થાણે જેવા વિસ્તારમાં પરિસ્થિતિ પૂર્ણપણે કાબૂમાં છે. આથી સરકાર વિચાર કરી રહી છે કે જ્યાં પરિસ્થિતિ સુધરી હોય ત્યાં ઓછા કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે. તેમજ જ્યાં પરિસ્થિતિ વધુ ખરાબ હોય ત્યાં વધુ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે. પરંતુ એક વાત નક્કી છે કે પ્રતિબંધ તો રહેશે જ.

Join Our WhatsApp Channel

એલર્ટ થઈ જાઓ : ભારતમાં મળેલા કોરોનાના વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આંતરરાષ્ટ્રીય રીતે જોખમી ગણાવ્યો.
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version