ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓરિસ્સામાં ૧૫ દિવસનું સખત lockdown જાહેર કર્યું છે. પાંચ મેથી શરૂ કરીને ૧૯મી સુધી એટલે કે ૧૫ દિવસ સુધી આખું ઓરિસ્સા પૂર્ણ રીતે બંધ રહેશે. abba દરમિયાન દરેક નાગરીક પોતાના નિવાસસ્થાન ના 500 મીટર વિસ્તારમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી ખરીદી કરી શકશે. આ ખરીદી પણ તેઓ માત્ર સપ્તાહના અંતે કરી શકશે. આ ઉપરાંત lockdown દરમિયાન સામાન્ય નાગરિકોને વૈદકીય સુવિધાઓ પૂરી રીતે મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં માત્ર ચોવીસ કલાક દરમ્યાન કોરોનાના 8000 કેસ નોંધાયા છે જ્યારે કે ૧૪ લોકોના નિધન થયા છે.
