Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં પૂર્ણ લોક ડાઉન લાગવાની શક્યતા વધી. ઉદ્ધવ ઠાકરેએ આ મોટી વાત કહી..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો, 

મુંબઈ, 10 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શનિવાર

 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. આ બેઠકમાં તમામ દળના પ્રમુખ નેતાઓ સામેલ રહ્યા હતા. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવનાર દિવસો આવ્યા છે અને તેથી કોરોના ની ચેન તોડવા માટે lockdown અનિવાર્ય છે. મુખ્ય સચિવ સીતારામ કુંટે એ જણાવ્યું કે જો તત્કાળ બે કે ત્રણ અઠવાડિયા નું lockdown નહીં લગાડવામાં આવે તો 15 એપ્રિલ પછી પરિસ્થિતિ હાથમાં નહીં રહે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે આ પ્રકારનું lockdown લોકોને પાલવે તેમ નથી. આ ઉપરાંત lockdown નો અમલ નહીં કરે. સાથે જ માગણી મૂકી હતી કે લોકોને lockdown ને બદલે કોઈ સવલત આપવામાં આવે. જો કે આ સંદર્ભે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ આશ્વાસન આપ્યું નથી.

સર્વ દળની બેઠક સમાપ્ત થઇ ગયા બાદ હવે કોરોના ટાસ્ક ફોર્સની બેઠકમાં આ મુદ્દે અંતિમ ફેંસલો લેવામાં આવશે. આ બેઠક આવતીકાલે એટલે કે રવિવારે થવાની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે વાત કરી તેનાથી એવું લાગી રહ્યું છે કે lockdown આવશે.

 

 

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version