Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, ગુજરાતના પાટણમાં લોક અદાલતમાં આટલા હજાર કેસોનો કરાયો સુખદ નિકાલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

પાટણમાં યોજાયેલી લોક અદાલતમાં પ્રિલીટીગેશન કેસો ૨૫૫૧ કેસ મૂકવામાં આવ્યા હતા. તેમાંથી ૭૩૫ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો, તેનાં સેટલમેન્ટ એવોર્ડ રૂ. ૮૦ લાખ ૦૬ હજાર ૭૩૦નું થયું હતું. જ્યારે રેગ્યુલર લોક અદાલતોમાં ૧૧૮૬ જેટલા કેસ મૂકીને ૩૧૮ કેસનાં નિકાલ કરાયા હતા. તેનાં સેટલમેન્ટની રકમ ૩ કરોડ ૮૫ લાખ ૬૧ હજાર ૭૩૦ નાં થયા હતા. તેમજ અન્ય ક્રિમિનલ કેસો ૨૯૨૪ જેટલા મુકવામાં આવ્યા હતા. તેમાંથી ૧૫૬૮ જેટલા કેસોનો નિકાલ કરાયો હતો. આમ પાટણ જિલ્લામાં કુલ ૬૬૬૧ કેસ મૂકીને ૨૬૨૧ કેસનો સુખદ નિકાલ થયો હતો અને આ કેસોમાં ૪ કરોડ ૬૫ લાખ ૬૮ હજાર ૩૬૦ની રકમનાં સેટલમેન્ટ એવોર્ડ કરાયા હતાંપાટણ જિલ્લાની અદાલતોમાં નેશનલ લોકઅદાલતો યોજાઈ હતી. આ લોક અદાલતોમાં અનેક કેસોની સમાધાનકારી વલણ અખત્યાર કરીને તેનો નિકાલ લાવવામાં સફળતા મળી હતી. રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન અનુસાર પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં અધ્યક્ષ પાટણ જિલ્લા કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ ડી.એ. હિંગુનાં વડપણ નીચે પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાયેલી લોકઅદાલતોમાં ફોજદારી, ચેક બાઉન્સ, મોટર અકસ્માત વાહન વળતર કેસ, લગ્ન વિવાદો, જમીન સંપાદન કેસ, ભરણપોષણ કેસ, મનાઈ હુકમ, બેંક, વિજળી, પાણી બીલનાં લેણાનાં સમાધાન પાત્ર ન હોય તે સિવાયનાં કેસોનાં સમાધાન આ લોક અદાલતોમાં કરાયા હતા. અમે એક પાટણનાં મોટર અકસ્માત વળતર કેસમાં મોટુ સમાધાન ક્યું છે. અમે એક અકસ્માતનાં ભોગ બનેલા પરિવારનાં ત્રણ સદસ્યોનાં નિધન બાદ તેમનાં પરિવારને વીમા કંપની તરફથી રૂ. ૯૫ લાખનું વળતર અપાવીને સમાધાન કરાવ્યુ છે. આજની લોકઅદાલતમાં પાટણનાં ડિસ્ટ્રીકટ જજ ડી.એ.હિંગુ , સેસન્સ જજ એ.કે.શાહ પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં સેક્રેટરી વમેજિસ્ટ્રેટ ઠકકર સાહેબ તથા સ્ટાફનાં અધિકારીઓ રાકેશભાઈ સોલંકી, હિરેનભાઈ દવે, શ્વેતાબેન જાેષી સહિત મેજિસ્ટ્રો, જજાે, વકીલ મિત્રો કન્સીલેટરો, પક્ષકારો તથા પાટણની વિવિધ બેંકો અને વીજ કંપની તથા ટેલીકોમ કંપનીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા અદાલત ખાતેની લોકઅદાલત માટે આઠ જેટલી કોર્ટોમાં મોટી સંખ્યામાં પક્ષકારોએ પોતાનાં કેસોનાં સમાધાન માટે વિચાર વિમર્શ કર્યો હતો. પાટણ જિલ્લાની લોક અદાલતોમાં કુલ ૬૬૬૧ કેસ મુક્વામાં આવ્યા હતા. જેમાંથી ૨૬૨૧ કેસો હાથ લઈને કેસોનો નિકાલ કરાયો આ ઉપરાંત પ્રિલીટીગેશન લોકઅદાલતો અને અન્ય કેસોમાં રૂ ૪.૬૬ કરોડનાં સેટલમેન્ટ અને સમાધાન થયા હતા.

૨૬મી જાન્યુઆરીએ ભારત રાજદ્વારી તાકાત બતાવશે, આ ૫ દેશોના રાષ્ટ્રપતિ મહેમાન બનશે; જાણો વિગતે 
 

Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Maharashtra Drought Relief દુષ્કાળ નિવારણ માટે સરકારનો મોટો આદેશ! ખેડૂતોના હિત માટે બાવનકુળેને સોંપાઈ મહત્વની જવાબદારી
Exit mobile version