Site icon

Lok sabha Election 2024: ઈન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર પંજાબની ફરીદકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો કોની સાથે થશે મુકાબલો?

Lok sabha Election 2024: સરબજીતે નિવેદન આપતા કહ્યું હતું કે ઘણા લોકોએ તેને ફરીદકોટથી ચૂંટણી લડવાની ઓફર કરી છે, પરંતુ તે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના બે હત્યારાઓમાંના એક બિઅંત સિંહનો પુત્ર છે.

Lok Sabha Election 2024 Indira Gandhi's killer's son will contest from Faridkot seat in Punjab, who will face him

Lok Sabha Election 2024 Indira Gandhi's killer's son will contest from Faridkot seat in Punjab, who will face him

News Continuous Bureau | Mumbai 

Lok sabha Election 2024: ​પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બે હત્યારાઓમાંથી એકનો પુત્ર પંજાબની ફરીદકોટ લોકસભા સીટ ( Faridkot Lok Sabha seat ) પરથી ચૂંટણી લડી રહ્યો છે. 45 વર્ષીય સરબજીત સિંહે ગુરુવારે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તેઓ પંજાબની ફરીદકોટ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડશે.  

Join Our WhatsApp Community

સરબજીતે નિવેદન આપતા કહ્યું હતું કે ઘણા લોકોએ તેને ફરીદકોટથી ચૂંટણી લડવાની ઓફર કરી છે, પરંતુ તે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના બે હત્યારાઓમાંના ( killers ) એક બિઅંત સિંહનો પુત્ર છે.

 બિઅંત સિંહ અને સતવંત સિંહ તત્કાલીન વડાપ્રધાનના અંગરક્ષક હતા…

નોંધનીય છે કે, બિઅંત સિંહ અને સતવંત સિંહ તત્કાલીન વડાપ્રધાનના ( Indira Gandhi ) અંગરક્ષક હતા. તેમણે 31 ઓક્ટોબર 1984ના રોજ પીએમના નિવાસસ્થાને ઈંદિરા ગાંધીજીની હત્યા કરી હતી. સરબજીત સિંહે 2004ની લોકસભાની ચૂંટણી ભટિંડા બેઠક પરથી લડી હતી અને તે અસફળ રહ્યો હતો અને તેને 1.13 લાખ મત મળ્યા હતા. તેણે 2007માં બરનાલાની ભદૌર સીટ પરથી પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Mobile Recharge: લોકસભા ચૂંટણી પછી ફોન પર વાત કરવી મોંઘી થશે! મોબાઈલ રિચાર્જની કિંમત 15-17% વધવાની સંભાવનાઃ રિપોર્ટ.

સિંહે 2014ની લોકસભાની ચૂંટણીમાં ફતેહગઢ સાહિબ બેઠક પરથી ફરીથી નસીબ અજમાવ્યું પરંતુ ફરી હારી ગયો હતો. સિંહની ( Sarabjeet Singh ) માતા બિમલ કૌર 1989માં રોપર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પંજાબની ( Punjab ) 13 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થશે.

AAPએ ફરીદકોટ લોકસભા બેઠક પરથી અભિનેતા કરમજીત અનમોલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે ગાયક હંસ રાજ હંસને મેદાનમાં ઉતાર્યા છે. ફરીદકોટ બેઠકનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના સાંસદ મોહમ્મદ સાદિક કરી રહ્યા છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version