Site icon

Lok Sabha Election: હું કોગ્રેસમાંથી રાજીનામું આપુ છું… 6 વખતના ધારાસભ્યએ પાર્ટી છોડી, ખડગેને માત્ર એક લીટીનો પત્ર લખી આપ્યું રાજીનામું..

Lok Sabha Election: ભરત નારાએ આસામમાં પાર્ટીના મીડિયા સેલના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું. તેઓ પોતાની પત્ની રાની નારાને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી નારાજ હતા. તેમણે ખડગેને મોકલેલા એક લીટીના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.

Lok Sabha Election I am resigning from Congress... 6 time MLA left party, wrote only one line letter to Kharge resigning..

Lok Sabha Election I am resigning from Congress... 6 time MLA left party, wrote only one line letter to Kharge resigning..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય ભરત ચંદ્ર નારાએ ( bharat chandra narah ) સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. નાઓબોઇચાના ધારાસભ્યએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું, એમ નારાએ લખ્યું હતું. 

Join Our WhatsApp Community

આ પહેલા ભરત નારાએ આસામમાં ( Assam ) પાર્ટીના મીડિયા સેલના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું. તેઓ પોતાની પત્ની રાની નારાને લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) માટે ટિકિટ ન મળવાથી નારાજ હતા. તેમણે ખડગેને મોકલેલા એક લીટીના રાજીનામા ( Resignation )  પત્રમાં જણાવ્યું હતું કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ( Congress ) તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. જો કે, ભરત નારા કોંગ્રેસની ટિકિટ પર છ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ 1985 થી 2011 સુધી સતત ધકુખાના મતવિસ્તારમાંથી જીત્યા અને રાજ્યમાં કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2021 માં, તેઓ લખીમપુર જિલ્લાની નાઓબોઇચા બેઠક પર ગયા અને ફરીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા.

આ સમાચાર પણ વાંચો :  Moscow Concert Hall Attack: ઈસ્લામિક કટ્ટરપંથીઓએ મોસ્કો પર હુમલો કર્યો, પરંતુ ગુનેગારો યુક્રેન શું કામ ભાગી રહ્યા હતા.. પુતિનનું મોટું નિવેદન.

 રાની નારા આસામની લખીમપુર સીટ પર ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતી..

દરમિયાન, આ વખતે પણ રાની નારા આસામની લખીમપુર સીટ પર ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતી. તે આ લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત જીતી ચૂકી છે અને એક વખત રાજ્યસભામાં પણ ચૂંટાઈ છે. તેમજ રાની નારાએ કેન્દ્રમાં મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. જો કે આ વખતે કોંગ્રેસે રાણી નારાને બદલે લખીમપુર સીટ પરથી ઉદય શંકર હજારિકાને મેદાનમાં ઉતાર્યા છે. જેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાજપ છોડી દીધું હતું. આથી નારાજ ભરત નારાએ હવે રાજીનામું આપ્યુ છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Exit mobile version