News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024: નાગપુરમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. નાગપુર ( Nagpur ) લોકસભા મતવિસ્તારમાં એક મતદાન મથક પર મતોની ગણતરી થઈ શકી નથી. આ મતદાન કેન્દ્ર પર ‘મોક પોલ’ મતો ‘ક્લીયર’ થયા વગર જ વોટીંગ થયું હતું. તેથી, હવે INDIA ગઠબંધનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ધારાસભ્ય વિકાસ ઠાકરેએ ( Vikas Thakre ) માંગણી કરી છે કે આ મતદાન મથક પર ફરીથી મતદાન થવુ જોઈએ.
વાસ્તવમાં, મતદાનના ( Voting ) દિવસે, નિયમ મુજબ દરેક મતદાન મથક પર સવારે 5:30 વાગ્યે મોક પોલિંગ ( Mock poll ) હાથ ધરવામાં આવે છે. તે પછી કંટ્રોલ યુનિટ પર ક્લોઝ રિઝલ્ટ ( CRC ) ક્લિયર કરીને વાસ્તવિક વોટિંગ શરૂ થાય છે. જોકે, મતદાન મથક નં. 233, દાદાજી ધુનીવાલે મહાપાલિકા હાયર પ્રાઇમરી સ્કૂલમાં મોક પોલિંગ ક્લિયર કર્યા વગર જ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મતદાન મથક ( Polling station ) પર કુલ 865 વોટરો લિસ્ટ થયા હતા. 17C ફોર્મ દર્શાવે છે કે તેમાંથી 315 લોકોએ મતદાન કર્યું હતું. જો કે, મોક પોલ કલીયર કર્યા વિના અહીં વોટીંગ થયું હોવાથી આમાં ચોક્કસ કેટલા લોકોએ મતદાન કર્યું તે હાલ સમજી શકાયું નથી.
Lok Sabha Elections 2024: 4 જૂને યોજાનારી મતગણતરીમાં આ કેન્દ્રમાંથી મળેલા મતોની ગણતરી કરવામાં આવશે નહીં…
દરમિયાન, નાગપુર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના સહાયક ચૂંટણી રિટર્નિંગ ઓફિસરે 30 એપ્રિલે નાગપુર લોકસભા મતવિસ્તારના ( Nagpur Lok Sabha Constituency ) ચૂંટણી રિટર્નિંગ ઓફિસરને આ વિશે માહિતી આપી હતી. જો કે, આ અંગેની માહિતી મતદાનના દિવસે જ (19 એપ્રિલ) પ્રકાશમાં આવવી જોઈતી હતી. જો કે, આ અંગે ચૂંટણી પંચનું ( Election Commission ) એવુ કહેવું છે કે તેમણે ચૂંટણી નિર્ણય અધિકારીઓએ 15 મેના રોજ પત્ર દ્વારા તમામ ઉમેદવારોને આની જાણ કરી હતી. જો કે, ઉમેદવારોને આ વિશે 24 મેના રોજ આ વિશે જાણવા મળ્યું હતું. તેમજ ઉમેદવારોનું મિડીયા નિવેદનમાં કહેવું છે કે અમને આજ સુધી ચૂંટણી અધિકારીઓ તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી. તો વિકાસ ઠાકરેએ મિડીયાને આ અંગે જણાવ્યું હતું કે તેમણે આ સંદર્ભે ચૂંટણી નિર્ણય અધિકારીને ફરિયાદ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Mount Everest: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ વિદ્યાર્થી કબાક યાનોની માઉન્ટ એવરેસ્ટ સમિટની નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરી
ગંભીર બાબત એ છે કે 15 મેના પત્ર મુજબ ચૂંટણી નિર્ણય અધિકારીએ જાહેરાત કરી છે કે 4 જૂને યોજાનારી મતગણતરીમાં આ કેન્દ્રમાંથી મળેલા મતોની ગણતરી કરવામાં આવશે નહીં. ઉપરાંત, VVPAT SLIP દ્વારા ફરજિયાત ચકાસણી માટે પસંદ કરી શકાય તેવા પાંચ કેન્દ્રોમાં આ કેન્દ્રનો સમાવેશ કરી શકાતો નથી. વહીવટીતંત્રના ગેરવહીવટના કારણે મતદાર યાદીમાંથી ઘણા નામો પહેલાથી જ ગાયબ હતા. પરિણામે મતદાનની ટકાવારી ઘટી હતી. બીજી તરફ, વિકાસ ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે આ મતદારોનું અપમાન થયું છે કારણ કે ચૂંટણીમાં મતદાન કર્યા પછી પણ તેમના મતની ગણતરી કરવામાં આવશે નહીં. તો આ સંદર્ભે ઉપજિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ માહિરેએ કહ્યું કે ભૂલ થઈ છે. જો કે, આમાં કોઈ માહિતી છુપાવવામાં આવી નથી. મતગણતરી સમયે 315 મતોનો તફાવત હશે, જેનું રિર્જલ્ટ પર કોઈ અસર થશે નહીં. માહિરેએ કહ્યું કે VVPATના અભિપ્રાયને અંતિમ ગણવામાં આવશે.
