Site icon

Lokayukta Raid: કર્ણાટકમાં મોટી કાર્યવાહી, લોકાયુક્ત અધિકારીઓએ એક સાથે 60 જગ્યાએ દરોડા પાડ્યા.. આટલો મુદ્દામાલ જપ્ત કર્યો..

Lokayukta Raid: લોકાયુક્ત અધિકારીઓ કર્ણાટકના 13 જિલ્લામાં 60 સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. બેંગલુરુમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Lokayukta Raid Big action in Karnataka, Lokayukta officials raided 60 places simultaneously.. Seized so much money

Lokayukta Raid Big action in Karnataka, Lokayukta officials raided 60 places simultaneously.. Seized so much money

News Continuous Bureau | Mumbai 

Lokayukta Raid: કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી લોકાયુક્તે મોટી કાર્યવાહી કરી છે. 100 થી વધુ લોકાયુક્ત અધિકારીઓએ રાજ્યના 13 જિલ્લામાં 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં બેંગલુરુમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં BBMP ચીફ એન્જિનિયર રંગનાથના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

અત્યાર સુધીમાં આ દરોડામાં 6 લાખ રૂપિયાની રોકડ, 3 કિલો સોનું, 25 લાખ રૂપિયાના હીરા અને 5 લાખ રૂપિયાની એન્ટીક વસ્તુઓ મળી આવી છે. આ સાથે ઘણા ગેરહિસાબી મિલકતના ( unaccounted property ) દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

 આ દરોડામાં 13 પોલીસ કમિશનર પણ સામેલ..

આ દરોડામાં 100 થી વધુ લોકાયુક્ત ( Lokayukta  ) અધિકારીઓ બેંગલુરુ, બિદર, રામનગરા, ઉત્તરા કન્નડ જિલ્લાઓ સહિત 60 સ્થળોએ એક સાથે દરોડા પાડી રહ્યા છે. તેમની સાથે 13 પોલીસ કમિશનર અને 12 નાયબ પોલીસ કમિશનર પણ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : EC Issue Advisory: લોકસભાની ચૂંટણીમાં આકરી ગરમીનો પડછાયો! હવામાન વિભાગની ચેતવણી બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું.. એડવાઈઝરી જારી..

નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરીમાં કર્ણાટકમાં ( Karnataka ) લોકાયુક્તે ભ્રષ્ટાચારના ( corruption ) 10 કેસોમાં 40 સ્થળોએ સરકારી અધિકારીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. જેમાં તુમકુરુ, મંડ્યા, ચિક્કામગાલુરુ, મૈસુર, કોપ્પલ, વિજયનગર, બલ્લારી, હસન, ચામરાજનગર અને મેંગલુરુમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

 

Ahilyanagar Municipal Election 2026: અહિલ્યાનગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: શિંદે સેનાના ૫ ઉમેદવારો રેસમાંથી બહાર, જાણો કયા કારણોસર ફોર્મ રદ થયા અને હવે શું છે રણનીતિ?.
BMC Election 2026 Scrutiny: BMC ચૂંટણીમાં ૨,૨૩૧ ઉમેદવારો મેદાનમાં: ચકાસણી દરમિયાન માત્ર ૧૬૭ ફોર્મ રદ થયા; જાણો હવે ક્યારે થશે ચિન્હોની ફાળવણી.
BMC Election 2026 Seat Sharing: મહાયુતિમાં ભંગાણના સંકેત! બેઠકોની વહેંચણીમાં રામદાસ આઠવલેએ માંગ્યો મોટો હિસ્સો, શું શિંદે અને ભાજપ ઝૂકશે?.
Maharashtra Municipal Election 2026: મહાયુતિમાં ભડકો! અનેક પાલિકાઓમાં ભાજપ અને શિંદે સેના આમને-સામને, બળવાખોરોએ વધારી બંને પક્ષની ચિંતા; જાણો ક્યાં કેવો માહોલ?.
Exit mobile version