ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
100 કરોડની વસૂલાતના કેસમાં સંડોવાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર દેશમુખને દેશ છોડીને જતા રોકવા માટે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત સમન્સ પાઠવ્યું છે. પરંતુ અનિલ દેશમુખ મુ પૂછપરછ માટે એક વખત પણ હાજર થયા ન હતા.
આજે સોમવતી અમાસ સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ, સોમનાથમાં ભક્તોનું મહેરામણ ઊમટ્યું
