Site icon News Continuous Bureau | Mumbai

માલગાડીનાં પૈડાં નીચે પાંચ વર્ષનો સિંહ કપાયો, સાવરકુંડલા પાસે કમકમાટી ભર્યું મોત; પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષની લાગણી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
ગુજરાતના ગૌરવ સમાન અને ગીરનું નજરાણું લેખાતાં સાવજોની રક્ષા કરવામાં વન વિભાગ સરેઆમ નિષ્ફળ ગયું હોય એવી ઘટનાઓ છાશવારે બનતાં પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષની લાગણી છવાઈ છે. મહામૂલા વધુ એક સિંહનું સાવરકુંડલા નજીક ખડકાળા ગામ પાસે ગત રાતના માલગાડી નીચે કપાઈ જતાં મોત નીપજ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને નાની વડાળ ખાતે ખસેડાયો હતો.  

પ્રાપ્ત જાણકારી મુજબ ગીરના જંગલ વિસ્તારમાં સિંહોને પૂરતો ખોરાક મળતો ન હોવાના કારણે રેવન્યુ વિસ્તારોમાં પોતાના રહેણાક બનાવેલા છે. સિંહના મોતની ઘટના અવિરત ચાલુ રહેતાં ગઈ કાલે રાત્રિના નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલાથી દશેક કિલોમીટર દૂર ખડકાળા ગામ પાસે બાવન નંબરના રેલવેફાટક નજીક ખારી નદીના પુલ પાસે ડબલ ડેકર માલવાહક ટ્રેન નીચે પાંચેક વર્ષનો સિંહ કપાઈ ગયો હતો. 

Join Our WhatsApp Channel

ભારતીય સેનાનો ઐતિહાસિક નિર્ણય, પહેલીવાર સેનામાં આટલી મહિલા અધિકારીઓ બનશે કર્નલ ; સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી

વન વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર રાત્રિના વરસાદી માહોલમાં આ ઘટના બની હતી. અહીં બે વાગ્યા સુધી આ માલગાડીને રોકી રખાઈ હતી અને બાદમાં રવાના કરાઈ હતી. જો રસ્તા પર કોઈ વાહનચાલક સિંહને હડફેટે લે તો વનતંત્ર ગુનો દાખલ કરી ચાલકની ધરપકડ કરે છે. પરંતુ ટ્રેન હેઠળ સિંહ કચડાઈ જાય અને મોતને ભેટે તો પણ વનતંત્ર દ્વારા ચાલક સામે કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. રેલકર્મીઓને આવી કાર્યવાહીનો ડર ન હોવાથી વારંવાર આવી ઘટના બનતી હોવા છતાં રેલવે દ્વારા એને અટકાવવા કોઈ યોગ્ય પગલાં લેવાતાં નથી.

ઉલ્લેખનીય છે કે આ રેલ ટ્રૅક પર અત્યાર સુધીમાં 10થી વધુ સિંહ કચડાઈને મૃત્યુ પામ્યા છે. અગાઉ ભેરાઈ નજીક ત્રણ અને રામપરા નજીક બે સિંહ કચડાયા હતા. આ ઉપરાંત રાજુલા પંથકમા અને સાવરકુંડલા પંથકમાં પણ માલગાડી હેઠળ સિંહ  કચડાયાની ઘટના બની ચૂકી છે. ગઈ રાત્રે જે વિસ્તારમાં ઘટના બની એ વિસ્તાર સિંહોનું ઘર છે. અહીંથી પીપાવાવની માલગાડીઓ ઉપરાંત મહુવાથી આવતી પૅસેન્જર ટ્રેન પણ પસાર થાય છે. બે વર્ષ અગાઉ પૅસેન્જર ટ્રેન હેઠળ અહીં બે સિંહબાળ કચડાઈ ગયા હતા.

અફઘાન મામલે નવાજુની કરવાની તૈયારીમાં ભારત સરકાર, PM મોદી 26 ઓગસ્ટે કરશે આ મોટું કામ, વિદેશમંત્રીની જાહેરાત

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version