Site icon News Continuous Bureau | Mumbai

LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.

LPG Shortage in Maharashtra: મહારાષ્ટ્રમાં LPG સંકટની ગંભીર અસર: જલગાંવમાં છાણાનું વેચાણ તેજ, સોલાપુરમાં સાંભાર વગરની ઈડલી પીરસવા હોટલો મજબૂર, બુલઢાણામાં ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના.

LPG Shortage in Maharashtra ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ

LPG Shortage in Maharashtra ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ

News Continuous Bureau | Mumbai
LPG Shortage in Maharashtra: ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની અસર હવે મહારાષ્ટ્રના રસોડા સુધી પહોંચી છે. ઈંધણ અને એલપીજી ગેસની ભારે અછતને કારણે સામાન્ય નાગરિકો અને હોટલ વ્યવસાયીઓની હાલત કફોડી બની છે. ગેસના અભાવે લોકો હવે ઇન્ડક્શન અથવા પરંપરાગત ચૂલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્થિતિમાં પશુપાલકો માટે ‘અચ્છે દિન’ આવ્યા છે, કારણ કે અત્યારે બજારમાં ગાય-ભેંસના છાણાની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.જલગાંવ જેવા જિલ્લાઓમાં ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા લોકોએ છાણાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. જે છાણા અગાઉ કોડી ના ભાવે મળતા હતા, તે હવે 7 થી 10 રૂપિયા નંગના ભાવે વેચાઈ રહ્યા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ, હોટલ માલિકો એક દિવસ અગાઉથી જ છાણાનું બુકિંગ કરાવી રહ્યા છે.

સોલાપુરમાં ‘સાંભાર વગરની ઈડલી’ અને મેનૂમાં કાપ

સોલાપુરની પ્રખ્યાત હોટલોની બહાર હવે એવા બોર્ડ જોવા મળી રહ્યા છે કે, “ઈડલી સાથે માત્ર ચટણી મળશે, સાંભાર ખતમ થઈ ગયો છે.” ગેસની તંગીને કારણે હોટલ સંચાલકો સાંભાર જેવી વસ્તુઓ બનાવી શકતા નથી. અહલ્યાનગર અને ઇગતપુરીમાં પણ હોટલ માલિકોએ ઈંટોના ચૂલા બનાવીને રસોઈ કરવાનું શરૂ કર્યું છે. જોકે, ચૂલા પર રસોઈ કરવી મોંઘી પડતી હોવાથી ઘણા હોટલ માલિકોએ મેનૂમાં કાપ મૂક્યો છે તો કેટલાક લોકોએ હોટલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

મુંબઈની ખાઉ ગલીમાં હાલાકી અને સિલિન્ડરની ચોરી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) બહાર આવેલી ખાઉ ગલીમાં દુકાનદારો ઇલેક્ટ્રિક સગડી પર રસોઈ કરવા મજબૂર બન્યા છે. ગ્રાહકોની ભીડ હોવા છતાં ગેસના અભાવે પૂરો ઓર્ડર આપી શકાતો નથી. બીજી તરફ, બુલઢાણાની ટીબી હોસ્પિટલના રસોડામાંથી ભરેલા ગેસ સિલિન્ડરની ચોરી થવાની ઘટના સામે આવી છે. ગેસની અછતનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વો હોસ્પિટલના દરવાજા તોડીને સિલિન્ડર અને ઓક્સિજન પાઈપલાઈન ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

આ સમાચાર પણ વાંચો : US Strike on Iran Oil: ખર્ગ આઈલેન્ડ: ઈરાનની શક્તિ કે સૌથી મોટી નબળાઈ? અમેરિકાના નિશાને રહેલા આ ટાપુ પાછળનું અસલી ગણિત જાણો

વરલીમાં ગેસની કાળાબજારી પર તવાઈ

મુંબઈના વરલી વિસ્તારમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગે દરોડા પાડીને મોટા પ્રમાણમાં સિલિન્ડર જપ્ત કર્યા છે અને જવાબદારો સામે ગુનો દાખલ કર્યો છે. ગેસની અછતનો લાભ ઉઠાવીને કાળાબજારી કરનારાઓ સક્રિય થયા હોવાથી પ્રશાસન દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઘણા દુકાનદારો ગેસ ન મળતા કંટાળીને પોતાના વતન પરત જઈ રહ્યા છે.

Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Marathi Course for Auto Taxi Drivers ભાષા શીખવાની પહેલ રંગ લાવી ૧૫ ઓગસ્ટ પહેલાં ૫૦,૦૦૦ બિનમરાઠી ડ્રાઇવરોએ સફળતાપૂર્વક પાસ કર્યો મરાઠી કોર્સ
Exit mobile version