Site icon News Continuous Bureau | Mumbai

શું આ વખતે માધવસિંહનો 149 સીટોનો રેકોર્ડ તૂટશે, BJP ચાલી રહી છે આગળ, જાણો કેટલી સીટોથી આગળ

અગાઉ 2002ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 127 સીટનો રેકોર્ડ હતો ત્યારે પીએમ મોદીએ પણ અગાઉ તેમની સભામાં કહ્યું હતું કે, ભૂપેન્દ્ર નરેન્દ્રના પણ રેકોર્ડ તોડશે.

Madhav Singh

Madhav Singh's record of 149 seats be broken

News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સીઆર પાટીલ દ્વારા આ વખતે મોટી જીતનો દાવો માંડવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પણ મોટી જીતનો ટાર્ગેટનો અંદાજ છે ત્યારે આ વખતે કોંગ્રેસનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ શું તૂટશે કેમ કે, અત્યારે 150 આસપાસ સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપ દ્વારા આ વખતે પ્રચારમાં તમામ તાકાત લગાડવામાં આવી હતી ત્યારે મોટી જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો તે આ વખતે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ફળી પણ શકે છે.  

Join Our WhatsApp Channel

182 બેઠકો માટે 37 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ કુલ 1621 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. ત્યારે ભાજપની સીટો પર ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહી છે.  

આ સમાચાર પણ વાંચો: જીતશો તો મંત્રી પદ મળશે? હાર્દિક પટેલે કહ્યું- પરિણામ આવવા દો, પહેલાથી જ સોપારી લઈ રાખી છે?

ચૂંટણી પંચે 3 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી ત્યારે ઉત્સાહનો અંત આવ્યો. ત્યારબાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર અને 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થયું હતું. ત્યારથી બીજેપીને લઈને ઉત્કંઠા જોવા મળી હતી ત્યારે આપ પાર્ટીના આવવાથી કોંગ્રેસના વોટ શેર પણ તૂટતા જોવા મળી શકે છે. 

કેમ કે, આંકડા પ્રમાણે કોંગ્રેસની કેટલીક બેઠકો પર આપ પાર્ટી આગળ ચાલી રહી છે. ખાસ કરીને ગત વખતેચ કોંગ્રેસને અનામત આંદોલન ફળ્યું હતું ત્યારે આ વખતે આપ પાર્ટીના આવવાથી કોંગ્રેસને ફટકો પડતો જોવા મળી રહ્યો છે. અગાઉ 2002ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં  127 સીટનો રેકોર્ડ હતો ત્યારે પીએમ મોદીએ પણ અગાઉ તેમની સભામાં કહ્યું હતું કે, ભૂપેન્દ્ર નરેન્દ્રના પણ રેકોર્ડ તોડશે. જો કે, અત્યારની સ્થિતિ પ્રમાણે 1985માં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તૂટી શકે છે. કેમ કે, અત્યારે ભાજપના 182 સીટોમાંથી 150 સીટો આસપાસ જીતનો આશાવાદ જોવા મળી રહ્યો છે. જેથી આ વખતે બીજેપી બની શકે છે વિક્રમ નોંધાવી શકે છે.

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version