ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડની મોટી હસ્તીઓ આ વાયરસની ઝપેટમાં આવી ચુકી છે. એટલું જ રાજકીય નેતાઓ પણ કોરોના મહામારીના સંક્રમણમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક રાજકીય નેતા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે પોતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, મારા પ્રિય લોકો, મને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરીક્ષણ બાદ મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું મારા બધા સાથીઓને અપીલ કરું છું કે જે કોઈ મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. મારી સાથે રહેતા લોકો ક્વોરોન્ટાઇનમાં ચાલ્યા જાય. ત્યારબાદ તેમણે અનેક ક્રમિક ટ્વીટ કર્યા. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે હું કોરોના વાયરસથી સંબંધિત તમામ સૂચનોનું પાલન કરું છું. ડોક્ટરની સલાહને અનુસરીને હું મારી જાતને ક્વોરોન્ટાઈ રાખું છું. હું મારા રાજ્યના લોકોને સાવચેત રહેવા અપીલ કરું છું, થોડી બેદરકારીથી કોરોનાને આમંત્રણ આપી શકે છે. દેશના મુખ્યમંત્રીને કોરોના વાયરસથી ચેપ લાગવાની આ પહેલી ઘટના છે.
નોંધનીય છે કે ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જોકે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની ગત સાંજે એક મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવતા વધુ લોકો સંપર્ક માં આવતા રહી ગયા હતા. રાજ્યના સીએમ કોરોના સંક્રમણ માં આવી જતા અહીં ભારે ચકચાર મચી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
