Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ, ટ્વીટ કરી આપી જાણકારી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Channel

25 જુલાઈ 2020 

દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડની મોટી હસ્તીઓ આ વાયરસની ઝપેટમાં આવી ચુકી છે. એટલું જ રાજકીય નેતાઓ પણ કોરોના મહામારીના સંક્રમણમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક રાજકીય નેતા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  તેમણે પોતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, મારા પ્રિય લોકો, મને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરીક્ષણ બાદ મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું મારા બધા સાથીઓને અપીલ કરું છું કે જે કોઈ મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. મારી સાથે રહેતા લોકો ક્વોરોન્ટાઇનમાં ચાલ્યા જાય. ત્યારબાદ તેમણે અનેક ક્રમિક ટ્વીટ કર્યા. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે હું કોરોના વાયરસથી સંબંધિત તમામ સૂચનોનું પાલન કરું છું. ડોક્ટરની સલાહને અનુસરીને હું મારી જાતને ક્વોરોન્ટાઈ રાખું છું. હું મારા રાજ્યના લોકોને સાવચેત રહેવા અપીલ કરું છું, થોડી બેદરકારીથી કોરોનાને આમંત્રણ આપી શકે છે.  દેશના મુખ્યમંત્રીને કોરોના વાયરસથી ચેપ લાગવાની આ પહેલી ઘટના છે. 

નોંધનીય છે કે ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જોકે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની ગત સાંજે એક મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવતા વધુ લોકો સંપર્ક માં આવતા રહી ગયા હતા. રાજ્યના સીએમ કોરોના સંક્રમણ માં આવી જતા અહીં ભારે ચકચાર મચી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WUtCTO  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version