ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
મહારાષ્ટ્ર સરકારે વિદર્ભ અને મરાઠવાડાના વિસ્તાર માટે વૈધાનિક વિકાસ મંડળ ની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. જોકે આજે આ જાહેરાતના ૭૨ દિવસ પછી પણ તેની સ્થાપના થઇ શકી નથી. હવે આ સંદર્ભે રાજનૈતિક સોદાબાજી શરૂ થઈ ગઈ છે. ઠાકરે સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે જ્યાં સુધી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા 12 લોકોને ધારાસભ્ય નથી બનાવતી ત્યાં સુધી તેઓ મરાઠવાડા અને વિદર્ભ માટે વૈધાનિક મંડળની રચના નહીં કરે.
મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બહુ મોટી રાજકીય સોગઠાબાજી છે. વિદર્ભ અને મરાઠવાડાના માં ભારતીય જનતા પાર્ટી ની તાકાત ઘણી છે. જેથી ભાજપ ના કામો અટકી જાય તેમ છે. આથી રાજ્ય સરકારે રાજ્યપાલ નું નાક દબાવવા માટે આ પગલું ભર્યું છે.